હિંદુ પંચાંગનો ચોથો મહિનો અષાઢ છે. હિંદુ ધર્મ અનુસાર પૂજા પાઠ માટે આ મહિનાનું અનેરું મહત્ત્વ છે, જ્યારે વર્ષાઋતુનું આગમન થાય છે. વાતાવરણમાં ફેરફાર થવાને કારણે આ મહિનામાં આરોગ્યનું ખાસ ધ્યાન રાખવાનું રહે છે. 5 જૂનથી 4 જુલાઈ સુધી અષાઢ મહિનો રહેશે. આ મહિનામાં દેવશયની એકાદશી આવે છે. આ એકાદશી પછી ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જતા રહે છે.
અષાઢ મહિનાનું ધાર્મિક મહત્ત્વ
- અષાઢ મહિનો ભગવાન વિષ્ણુનો માનવામાં આવે છે. આ દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.
- અષાઢ મહિનાની યોગિની એકાદશીનું વ્રત કરવાથી 88 હજાર બ્રાહ્મણને ભોજન કરાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
- આ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને દેવશયની અગિયારસ કહેવામાં આવે છે. દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં જતા રહે છે, જેથી 4 મહિના સુધી માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.
- અષાઢ મહિનામાં જ ગુરુ પૂર્ણિમાનો પર્વ ઊજવવામાં આવે છે. આ દિવસે ગુરુજનોની પૂજા કરવામાં આવે છે.
- ભગવના વિષ્ણુની સાથે ભગવાન શિવની પૂજા પણ શુભ માનવામાં આવે છે. આ મહિનામાં આવનાર પ્રદોષ વ્રત અને માસિક શિવરાત્રિનું વિશેષ મહત્ત્વ હોય છે.
અષાઢ માસમાં શું કરવું?
આ મહિનાને વર્ષા ઋતુ પણ કહેવામા આવે છે, જેથી સંક્રમણનું જોખમ વધુ રહે છે. આ દરમિયાન પૌષ્ટિક અને સંતુલિત આહારનું જ સેવન કરવું જોઈએ.
ખાવા પીવાની બાબતોનું રાખો ધ્યાન
- આ મહિને રસદાર ફળોનું સેવન કરવું.
- તળેલી વસ્તુઓનું વધુ સેવન ના કરવું.
- વાસી ભોજન ના કરવું.
- બજારમાં જે પણ વસ્તુઓ લાવો તે સરખી ધોઈને જ વાપરવી.
દાનનું મહત્ત્વ
અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ગુરુજનોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ મહિનામાં તીર્થ યાત્રા કરવાને શુભ માનવામાં આવે છે. આ મહિને દાન અને ધ્યાનનું અનેરું મહત્ત્વ છે. મીઠું, તાંબુ, કાંસુ, માટીના વાસણ, ઘઉં, ચોખા તથા તલના દાનને શુભ માનવામાં આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)