fbpx
Friday, January 10, 2025

શિવજીની મૂર્તિ ઘરમાં રાખતા પહેલા આટલું જાણી લો, નહીં તો જીવનમાં થશે ‘તાંડવ’!

સોમવારનો દિવસ ભગવાન ભોળેનાથને સમર્પિત છે. દરેક વ્યક્તિ ભગવાનને પ્રસન્ન કરીને તેમના આશીર્વાદ મેળવવા માંગે છે. જે માટે અનેક લોકો ઘરમાં ભગવાન શંકરની અલગ અલગ મૂર્તિ તથા ફોટો લઈને આવે છે, તથા વિધિ વિધાન સાથે પૂજા કરીને તેમને પ્રસન્ન કરે છે.

ઘરમાં ભગવાન ભોળેનાથની કેવી મૂર્તિ રાખવી જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

ભગવાન શિવ ધ્યાન મુદ્રામાં
ધાર્મિક માન્યતા અનુસાર ઘરમાં ભગવાન શિવની ધ્યાન મુદ્રાવાળી મૂર્તિ રાખવાને શુભ માનવામાં આવે છે. આ મૂર્તિ બાળકોની સ્ટડી રૂમમાં પણ રાખી શકો છો. જેથી બાળકોમાં એકાગ્રતા વધશે અને ભણવામાં ધ્યાન પરોવી શકશે.

ભગવાન શિવનો ફોટો
પૂજા ઘરમાં શિવ પરિવારનો ફોટો રાખવાથી પરિવારજનોમાં પ્રેમ તથા સ્નેહ જળવાઈ રહે છે અને ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે.

ભગવાન શિવની અર્ધનારીશ્વર પ્રતિમા
ધાર્મિક માન્યતા અનુસાર જે ઘરમાં ભગવાન શિવની અર્ધનારીશ્વર પ્રતિમા હોય છે, જે ઘરમાં પતિ પત્નીના જીવનમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવતી નથી. દાંપત્યજીવન સુખમયી રીતે પસાર થાય છે.

ભૂલથી પણ આ પ્રકારનો ફોટો ના રાખવો

  • ભગવાન શિવની તાંડવ કરતી તથા ક્રોધિત મુદ્રાની મૂર્તિ અથવા ફોટો ના રાખવો જોઈએ. નહીંતર ઘરમાં તણાવનો માહોલ બની શકે છે.
  • માન્યતા અનુસાર ઘરમાં ભગવાન શિવના નટરાજ અવતારની મૂર્તિ ના રાખવી જોઈએ, જેથી ઘરમાં અશાંતિ ફેલાય છે.
  • ધાર્મિક માન્યતા અનુસાર ઘરમાં ભગવાન શિવના રૌદ્ર સ્વરૂપની મૂર્તિ રાખવાથી ઘરનો માહોલ તણાવપૂર્ણ રહે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles