સનાતન ધર્મમાં પીપળાના વૃક્ષનું ખૂબ જ મહત્વ હોવાનું માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે પીપળાના ઝાડમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. પીપળાના મૂળ, ડાળી અને ઉપલા ભાગમાં તેમનો વાસ હોવાનું મનાય છે. કહેવાય છે કે પીપળામાં મૂળમાં બ્રહ્મા, ડાળીઓમાં વિષ્ણુ અને ઉપરના ભાગમાં ભગવાન શંકરનો વાસ છે અને તેથી જ પીપળાના વૃક્ષને દેવતા તરીકે પૂજવામાં આવે છે.
પીપળાના વૃક્ષની પૂજા કરવાને પણ શુભ માનાય છે. કહેવાય છે કે પીપળના વૃક્ષની પૂજા કરવાથી વ્યક્તિને જીવનની તમામ પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. આજે અમે તમને પીપળાના ઝાડના કેટલાક ઉપાયો અને તેનાથી થતા ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ એવા ઉપાયો છે જેને કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે.
પીપળાના આ ઉપાયો આપશે લાભ
પીપળામાં નિયમિત રીતે આપો પાણી
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે, જો તમારા દરેક કામમાં કોઈને કોઈ પ્રકારે બાધા કે વિઘ્ન આવી જતા હોય અને ઘરમાં કંકાસની સ્થિતી તથા ગ્રહદોષ હોય તો તમારે દરરોજ આ ઉપાય કરવો જોઈ. આની માટે તમારે પાણીના લોટામાં કાળા તલ નાખીને અને દરરોજ પીપળાને આપવું જોઈએ. આ ઉપાય નિયમિત કરવાથી ગ્રહ દોષો દૂર થાય છે અને કામમાં આવતા વિધ્નો ટળી જાય છે.
પીપળો વાવો
પીપળાનું વૃક્ષ વાવવવાથી તમારા જીવનમાં આવનારી અડચણો અને પરેશાનીઓ દૂર થઈ જતી હોવાનુ માનવામાં આવે છે. જો કે તમારે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે તમારે ઘરને બદલે કોઈ પૂજા સ્થાન કે મંદિર નજીકની જગ્યામાં પીપળો વાવવો જોઈએ, સાથે જ નિયમિત રીતે તેની સંભાળ પણ રાખવી જોઈએ. આમ કરવાથી તમારી કુંડળીની તમામ ગ્રહ દોષો દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ રહે છે.
ધન સંપત્તિ માટે કરો આ ઉપાય
જો પૈસાની તંગી વર્તાઈ રહી હોય અને દેવામાં સતત વઘારો થઈ રહ્યો હોય તો આ ઉપાય તમને ટોક્કસ લાભ અપાવશે. આ માટે તમે પીપળાનું એક આખું પાન તોડીને શનિવારે તેને ઘરે લાવો, હવે તેને ગંગાજળથી ધોઈ સ્વચ્છ કરી લો, ત્યારબાદ હળદર અને દહીં લઈને પાનની ઉપર જ લખો. આ પછી હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે એક દીવો પ્રગટાવો અને આ પાન તમારા પર્સમાં રાખી લો. દર શનિવારે આ ઉપાય કરતા રહો અને પાનને પવિત્ર નદીમાં પધરાવી દો. આમ કરવાથી ઘરમાં ધનનો પ્રવાહ વધશે અને ધન સંબંધિત કામ પણ પૂરા થવા લાગશે. તમને વ્યવસાયમાં અને નોકરીમાં પણ સફળતા મળશે.
સારા સ્વાસ્થ માટે કરો આવું
જો તમને શરીરમાં હાથ, પગ અને કમરના દુખાવાની ફરિયાદ રહેતી હોય, તો પીપળાનો આ ઉપાય કરીને તમે આરામ મેળવી શકો છો. આ માટે એક કાળા કપડામાં પીપળાના ઝાડના મૂળ અથવા ડાળીની નાની લાકડી લઈ તેને કમર પર બાંધી દો. આનાથી શરીરના દરેક પ્રકારના દુખાવાથી રાહત મેળવી શકાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)