Sunday, July 13, 2025

30 વર્ષ પછી શનિદેવ સ્વરાશી કુંભ રાશિમાં થશે વક્રી, આ રાશિમાં શરૂ થશે અચ્છે દિન, દરેક કાર્યમાં મળશે સફળતા

જ્યોતિષ અનુસાર દરેક ગ્રહ એક નિશ્ચિત સમયના અંતરાળ પર પોતાની સ્વરાશિમાં વક્રી અને માર્ગી હોય છે. તમને જણાવી દઈએ કે શનિ દેવ 17 જૂને કુંભ રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે, કુંભ રાશિ શનિદેવની સ્વરાશિ માનવામાં આવે છે અને તેમણે કુંભ રાશિમાં 30 વર્ષ બાદ પ્રવેશ કર્યો છે. માટે શનિ દેવના વક્રી થવાથી 3 રાશિના જાતકોને ધનલાભ અને પ્રગતીના યોગ બની રહ્યા છે.

સિંહ રાશિ

શનિ દેવનું વક્રી થવું તમારા લોકો માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારા રાશિમાંથી સપ્તમભાવમાં વક્રી થવા જઈ રહ્યા છે. માટે આ સમયે વિવાહિત લોકોનું વૈવાહિક જીવન સારૂ રહેશે. પાર્ટનરશિપના કામમાં સારો લાભ થઈ શકે છે. પારિવારિક જીવનની વાત કરીએ તો પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે અને પરિજનોની ઈચ્છાઓને પૂરી કરવાનો પ્રયાસ કરશો. સાથે જ જે લોકો અવિવાહિત છે, તેમનો સંબંધ પાક્કો થઈ શકે છે. જ્યારે શનિદેવે અહીં શશ રાજયોગ બનાવ્યો છે. માટે આ સમયે તમારો સારો ધનલાભ પણ થઈ શકે છે.

મકર રાશિ

તમારા લોકો માટે શનિ દેવનું વક્રી હોવું અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિમાંથી ધનભાવમાં વક્રી થવા જઈ રહ્યા છે. માટે આ સમયે તમને આકસ્મિક ધનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યારે વ્યવસાય સાથે જોડાયેલા લોકો સારૂ પ્રદર્શન કરશે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને સન્માન પણ વધશે. સાથે જ આ સમય તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ જોવા મળશે. જ્યારે આ સમય તમારા મોટા-મોટા લોકો સાથે સંબંધ સારા રહેશે.

મિથુન રાશિ

શનિ દેવનું વક્રી હોવું મિથુન રાશિના જાતકોને લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી ગોચર કુંડળીમાં નવમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યા છે. સાથે જ શનિ દેવ આઠમા ભાવના સ્વામી છે. માટે આ સમયે જે લોકો રિસર્ચ સાથે જોડાયેલા છે, તેમને સારી સફળતા મળી શકે છે. જ્યારે નોકરિયાત લોકોના કરિયરમાં સારી પ્રગતીના યોગ બની રહ્યા છે અને પોતાનું કામ સમય પર પુરૂ પણ કરશે. સાથે જ આ સમય તમને સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ આપશે. સાથે જ તમે આ દરમિયાન કોઈ નાની કે મોટી યાત્રા પર પણ જઈ શકો છો.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles