હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં અઠવાડિયાનો દરેક દિવસ એક દેવતા સાથે જોડાયેલો છે. શુક્રવાર સંતોષી અને લક્ષ્મી માતા સાથે સંકળાયેલો હોવાનું કહેવાય છે.
શુક્રવારે અમુક વસ્તુઓ જ ખરીદવી જોઈએ.
વસ્તુ ખરીદીની સીધી અસર ઘરની સમૃદ્ધિ અને ભાગ્ય પર પડે છે
વાસ્તુ અનુસાર, અઠવાડિયાના કયા દિવસે કઈ વસ્તુની ખરીદી કરવામાં આવે છે, તેની સીધી અસર ઘરની સમૃદ્ધિ અને ભાગ્ય પર પડે છે. શુક્રવારે મા સંતોષી અને મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. અને આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓ ખરીદવાથી બંને દેવીઓની વિશેષ કૃપા રહે છે.
શુક્રવારે આ વસ્તુઓ ન ખરીદો
– શુક્રવારે કોઈ સંપત્તિમાં રોકાણ કરવું અશુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે કરેલું રોકાણ ખરાબ પરિણામ લાવે છે. શુક્રવારે કોઈ પણ પ્રકારની સંપત્તિ, જમીન, મકાન કે દુકાનમાં પૈસાનું રોકાણ ન કરવું.
– અઠવાડિયાના શુક્રવારે રસોડાની કોઈપણ વસ્તુઓ ખરીદશો નહીં. આ દિવસે રસોડાની વસ્તુઓ ખરીદવાથી પરિવારમાં સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે.
– રસોડાની સાથે પૂજાની વસ્તુઓ પણ શુક્રવારે ન ખરીદવી જોઈએ. આ દિવસે ખરીદેલા સામાનથી કરવામાં આવતી પૂજાનું ધાર્યું પરિણામ મળતું નથી.
– શુક્રવારે પૈસાની લેવડ-દેવડથી પણ બચવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર લક્ષ્મી માતા શુક્રવારે ધનની લેવડ દેવડથી નારાજ થતા હોય છે.
– શુક્રવારે કોઈને ખાંડ આપવી પણ અશુભ માનવામાં આવે છે. તેથી, જો કોઈ પાડોશી આ દિવસે તમારી પાસે ખાંડ માંગે છે, તો પછી નમ્રતાપૂર્વક તેમને ના પાડી દો. આ દિવસે ખાંડ આપવાથી શુક્ર ગ્રહ કમજોર થઈ જાય છે અને ઘરમાં અશાંતિ વધે છે.
શુક્રવારે આ વસ્તુઓ ખરીદવાથી મળે છે શુભ પરિણામ
– શુક્રવારે સફેદ અથવા ચાંદી રંગનું વાહન ખરીદવું સારા પરિણામ આપી શકે છે. આવા વાહનમાં રોકાણ કરવાથી શુક્રની કૃપા રહે છે.
– શુક્રવારે તમે નવા કપડા ખરીદી શકો છો
– આ દિવસે તમે સજાવટની વસ્તુઓ પણ ખરીદી શકો છો. આ સાથે નવા ગેજેટ્સ, સંગીત અને કલા સંબંધિત વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓમાં પૈસાનું રોકાણ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)