fbpx
Friday, January 24, 2025

ભાગ્ય, આરોગ્ય, મિત્ર અને વિદ્યા શાના કારણે નાશ પામે છે? ગરુડ પુરાણમાં તેના વિશે વિસ્તારમાં ઉલ્લેખ છે

હિંદુ ધર્મને લઈને અનેકો ગ્રંથ, વેદ અને પુરાણ લખવામાં આવ્યા છે. પરંતુ દરેક પુરાણોમાં ગરૂડ પુરાણને મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. તેનું કારણ એ છે કે આ એવો ગ્રંથ છે જેમાં ફક્ત જીવન જ નહીં પરંતુ મૃત્યુ અને મૃત્યુ બાદની ઘટનાઓ વિશે પણ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે.

સાથે જ ગરૂડમાં જ્ઞાન, ધર્મ અને નીતિ-નિયમ સાથે જોડાયેલી વાતો પણ જણાવવામાં આવી છે. જેના અનુસરણ કરનાર લોકો સુખી જીવન પસાર કરે છે અને મૃત્યુના બાદ મોક્ષને પ્રાપ્ત કરે છે. સાથે જ તેમના દૈનિક જીવન સાથે જોડાયેલી અમુક વાતોને લઈને પણ સીખ આપવામાં આવી છે. જેનાથી તમે પોતાના જીવનમાં મુશ્કેલીઓથી મુક્ત રહી શકો છો.

કેમ નષ્ટ થઈ જાય છે સૌભાગ્ય, સ્વાસ્થ્ય, મિત્ર અને વિદ્યા
ઘણી વખત એવું થાય છે કે આપણી પાસે પરિવાર, ધન, સંપત્તિ, સારૂ સ્વાસ્થ્ય, જ્ઞાન, માન-પ્રતિષ્ઠા અને મિત્ર દરેક વસ્તુઓ હોય છે. પરંતુ ધીરે ધીરે જીવનથી આ વસ્તુઓ નષ્ટ થઈ જાય છે અને વ્યક્તિ પોતાની કિસ્મત ખરાબ હોવાનો અનુભવ કરે છે. પરંતુ શું તમે તેનું કારણ જાણો છો કે આખરે સૌભાગ્ય, સ્વાસ્થ્ય, મિત્ર અને વિદ્યાથી વસ્તુઓ કેમ નષ્ટ થઈ જાય છે. ગરૂડ પુરાણમાં આ વસ્તુઓના નષ્ટ થવાના કારણ વિશે જણાવવામાં આવ્યું છે. આવો જાણીએ તેના વિશે.

સુખ-સૌભાગ્યના નષ્ટ થવાના કારણ
અમુક લોકો ઘન અને તમામ પ્રકારની સુખ-સુવિધાઓથી સંપન્ન હોય છે પરંતુ તેમ છતાં રોજ સ્નાન નથી કરતા અને ગંદા મેલા કપડાં પહેરે છે. એવા લોકોથી માતા લક્ષ્‍મી નારાજ થઈ જાય છે અને તે લોકોના સુખ-સૌભાગ્ય છીનવાઈ જાય છે. સાથે જ આવા લોકોને સમાજમાં પણ માન-સન્માન નથી મળતા. માટે સાફ-સુથરા અને સુગંધિત કપડા જ પહેરો. સાથે જ દરરોજ સ્નાન કરો.

આ કારણે નષ્ટ થઈ જાય છે વિદ્યા
વ્યક્તિ ગમેતેટલો વિદ્વાન કેમ ન હો. નિરંતર અભ્યાસ ન કરવાથી તે અમુક વસ્તુઓ ભુલી જાય છે અને તેની વિધ્યા નષ્ટ થઈ જાય છે. માટે જે પણ સીખો તેનો સતત અભ્યાસ કરો.

સ્વાસ્થ્યનો નાશ કરે છે આ વસ્તુઓ
મનુષ્યની અસલી પૂંજી તેનું સ્વાસ્થ્ય છે. માટે સ્વાસ્થ્યના પ્રતિ સચેત રહેવું જરૂરી છે અને અન્ય કામોની જેમ સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે મોટાભાગની બીમારીઓનું કારણ અસંતુલિત અને અપચ ભોજન જ છે. માટે હંમેશા સુપાચ્ય અને પૌષ્ટિક ભોજન જ કરો.

આ કારણે મિત્ર છોડી દે છે સાથ
ક્યારેક ક્યારેક આપણે પોતાની નાની ભુલના કારણે સારા મિત્રને ગુમાવી દઈએ છીએ. કારણ કે મિત્રતાનો મૂળમંત્ર છે ‘વિશ્વાસ’. મિત્ર એક બીજાથી ઘણી વાતો શેર કરે છે. એવામાં જરૂરી છે કે તમે આ વાતોને પોતાના સુધી સીમિત રાખો. જો તમે આ વાતોની ચુગલી કરશો તો તેનાથી મિત્રતા નષ્ટ થઈ જાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles