દરેક ઘરમાં એક અથવા એકથી વધારે અરીસા હોય છે. આ અરીસો ફક્ત ઘરની શોભા જ નથી વધારતો પણ તે મહત્વની ભૂમિકા પણ ભજવે છે. સાથે જ આપના વ્યક્તિત્વને નિખાર આપવામાં પણ મદદ કરે છે. વાસ્તુ શાસ્ત્રમાં તેને રાખવાની યોગ્ય દિશા વિશે વાત કરવામાં આવી છે.
જો અરીસાના યોગ્ય દિશામાં ન રાખવામાં આવે તો, તેનું નુકસાન વેઠવાનો વારો આવે છે.
માનવામાં આવે છે કે, યોગ્ય વસ્તુને યોગ્ય દિશામાં જ રાખવી જોઈએ. તેનાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ ઉપરાંત આશીર્વાદ રહે છે. યોગ્ય દિશામાં રાખેલો દર્પણ ભાગ્યના દ્વારા ખોલી દે છે. તો વળી ખોટી દિશામાં રાખેલો અરીસો ઘરમાં ગરીબી લાવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં દર્પણ લગાવતી વખતે વાસ્તુ સાથે જોડાયેલ અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ લેખમાં અમે તેના વિશે જાણકારી આપવા જોઈ રહ્યા છીએ.
અરીસા સાથે જોડાયેલ વાસ્તુ નિયમ
- વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં અરીસો યોગ્ય દિશામાં લગાવવો જોઈએ. તેને ક્યારેય પશ્ચિમ અથવા દક્ષિણ દિશાની દિવાલ પર ન લગાવવો જોઈએ. આ દિશામાં દર્પણ લગાવવાથી ઘરના સભ્યો પર ખરાબ પ્રભાવ પડે છે અને ઘરમાં ક્લેશ બની રહે છે.
- ઘરમાં કાંચનો તૂટેલો, અણીદાર, મેલો અથવા ગંદો અરીસો હોવો જોઈએ નહીં, જો આવું હોય તો તેને તરત હટાવી દો. આવા અરીસા રાખવાથી ઘરમાં ગરીબી આવે છે અને ઉન્નતી અટકી જાય છે.
- વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરના સ્ટોર રુમમાં ક્યારેય અરીસો લગાવવો જોઈએ નહીં. આ સ્થાન પર અરીસો રાખવાથી ઘરના સભ્યો પર હંમેશા માનસિક તણાવ બની રહે છે. તેઓ યોગ્ય નિર્ણય પણ લઈ શકતા નથી.
- શયનકક્ષમાં દર્પણ હોવું જોઈએ નહીં. પલંગનું પ્રતિબિમ્બ દર્પણમાં ન દેખાવું જોઈએ. તેનાથી શયનકક્ષમાં કાંચમાં પોતાની જાતને જોઈને પરેશાનીની સ્થિતીનો સોમાનો કરવો પડી શકે છે. જો કોઈ વિકલ્પ ન હોય તો, કાંચની ઉપર એક હળવો પડદો લગાવી દો.
- ઘરના મુખ્ય દ્વારા પર અરીસો ન લગાવો. ઘરના મુખ્ય દરવાજા પર અરીસો લગાવવાથી માતા લક્ષ્મી ઘરમાં આવતી નથી. મુખ્ય દ્વાર પર લાગેલો અરીસો પ્રગતિને રોકે છે.
- બાથરુમમાં પૂર્વ અથવા ઉત્તર દિશાની દીવાલો પર દર્પણ લગાવો. તેનાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
- અરીસો લગાવવા માટે પૂર્વ અને ઉત્તર દિશાને શુભ માનવામાં આવે છે. ઉત્તર દિશા ધનના દેવતા ભગવાન કુબેરનું કેન્દ્ર છે, એટલા માટે આ દિશામાં અરીસો લગાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)