હિંદુ ધર્મમાં એવા અનેક વૃક્ષો અને છોડ છે જેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આમાંથી એક અશોક વૃક્ષ છે. હિંદુ ધર્મમાં આસોપાલવ/અશોકના વૃક્ષના પાનનું મહત્ત્વનું સ્થાન છે. અશોકનો શાબ્દિક અર્થ થાય છે કોઈ પણ પ્રકારનું દુ:ખ ન હોવું. માન્યતાઓ અનુસાર જે ઘરમાં આસોપાલવનું ઝાડ હોય ત્યાં બધા કામ સરળતાથી પૂર્ણ થઈ જાય છે.
આવા ઘરોમાં કોઈપણ અવરોધ વિના તમામ કામ પૂર્ણ થાય છે. આસોપાલવ વૃક્ષ તેના પાનથી લઈને મૂળ સુધી ધાર્મિક મહત્વ ધરાવે છે. હિંદુ ધર્મમાં આસોપાલવના વૃક્ષને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર જ્યારે લંકાપતિ રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું. ત્યારે માતા સીતાએ અશોક વાટિકાને પોતાનું ધામ બનાવ્યું હતું. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અશોક વૃક્ષની પૂજા અને અશોક વૃક્ષને જળ અર્પિત કરવાના અનેક ફાયદા છે.
શું છે પાણી આપવાના ફાયદા
હિંદુ માન્યતાઓ અનુસાર, આસોપાલવના વૃક્ષને રોજ જળ ચઢાવવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે અને શુભ કાર્યોમાં કોઈ અડચણ આવતી નથી.
– દરરોજ વૃક્ષ પર જળ અર્પણ કરવાથી આર્થિક તંગી, વધુ પડતો ખર્ચ, અટવાયેલા પૈસા જેવી આર્થિક પરેશાનીઓ દૂર થાય છે.
– જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આસોપાલવને નિયમિત રૂપે જળ ચઢાવવું લગ્નજીવન માટે શુભ માનવામાં આવે છે. આમ કરવાથી વિવાહિત જીવનમાં તણાવ દૂર થાય છે અને પતિ-પત્ની વચ્ચેના સંબંધો મજબૂત બને છે.
– હિંદુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો પતિ-પત્ની સાથે મળીને આસોપાલવના વૃક્ષને જળ ચઢાવે છે તો તેમના વૈવાહિક સંબંધો મજબૂત બને છે અને તેમનો પ્રેમ વધે છે.
– જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આસોપાલવના વૃક્ષને જળ અર્પિત કરવાના અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો છે. આસોપાલવના વૃક્ષને રોજ જળ ચઢાવવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.
– જ્યોતિષ શાસ્ત્રનું માનવું છે કે આસોપાલવના વૃક્ષને રોજ જળ અર્પણ કરવાથી કોઈ પણ પ્રકારની બીમારી આવતી નથી અને રોગ પર દવાઓની અસર દેખાવા લાગે છે.
– વાસ્તુશાસ્ત્ર અનુસાર આસોપાલવના વૃક્ષને દરરોજ જળ અર્પિત કરવાથી ઘરના વાસ્તુ દોષો તો દૂર થાય છે, પરંતુ તેનાથી ગ્રહદોષ પણ દૂર થાય છે.
– શુક્રવારના દિવસે આસોપાલવના વૃક્ષને જળ અર્પિત કર્યા પછી જો કપૂરનો દીવો પ્રગટાવવામાં આવે તો ઘરેલું કષ્ટ દૂર થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)