fbpx
Saturday, November 2, 2024

આ બે રાશિના જાતકોએ નાડાછડી ન બનાવવી જોઈએ, શનિ ક્રોધિત થઈ શકે છે

હિંદુ ધર્મમાં પૂજા, પાઠ, કથા, અનુષ્ઠા અને અભિષેક દરમિયાન હાથમાં નાડાછડી બાંધવાની પરંપરા છે અને જે શુભ માનવામાં આવે છે. નાડાછડીને પવિત્ર અને શુભ માનવામાં આવે છે. નાડાછડીમાં મુખ્યરૂપે ત્રણ રંગ હોય છે, લીલ, પીળો અને લીલો. આ ત્રણ રંગોનો સંબંધ ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે હોય છે. નાડાછડી હાથમાં ત્રણ વાર જ વીંટવી જોઈએ.

પૂજા પાઠ દરિયાન લાલ અને પીળા રંગનું વિશેષ મહત્ત્વ છે. આ દરમિયાન પૂજામાં ભાગ લેતા તમામ ભક્તો અને શ્રદ્ધાળુ લાલ અને પીળા રંગના વસ્ત્ર પહેરે છે. કઈ રાશિના જાતકોએ નાડાછડી બાંધવી અને કઈ રાશિના જાતકોએ નાડાછડી ન બાંધવી તે અંગે અહીં જણાવવામાં આવ્યું છે.

નાળાછડીનું મહત્ત્વ

સનાતન ધર્મમાં નાડાછડીનું વિશેષ મહત્ત્વ રહેલું છે, જે ત્રિદેવનું પ્રતિક માનવામાં આવે છે. નાડાછડી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતિક છે, જે બાંધવાથી અનેક સમસ્યાઓ સામે રક્ષણ મળે છે. આ કારણોસર તેને રક્ષાસૂત્ર પણ માનવામાં આવે છે. આ નાડાછડી ત્રણ વાર જ વીંટવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુરુષ અને અપરિણીત યુવતીઓએ જમણા હાથમાં નાડાછડી (રક્ષા સૂત્ર) બાંધવી જોઈએ. પરિણીત મહિલાઓએ ડાબા હાથમાં નાળાછડી બાંધવી જોઈએ.

નાડાછડી બાંધવાના લાભ

ધાર્મિક માન્યતા અનુસાર જે વ્યક્તિ હાથમાં નાડાછડી બાંધે છે, તે વ્યક્તિ પર માઁ લક્ષ્‍મી અને હનુમાનની વિશેષ કૃપા રહે છે. કુંડળીમાં સૂર્ય અને મંગળની સ્થિતિ મજબૂત થાય છે તથા નાણાંકીય યોગનું નિર્માણ થાય છે.

કઈ રાશિના જાતકોએ નાડાછડી ન બાંધવી

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મકર અને કુંભ રાશિના જાતકોએ લાલ રંગની નાડાછડી ન બાંધવી જોઈએ. મકર અને કુંભ રાશિના જાતકોના સ્વામી શનિદેવ છે, શનિદેવને લાલ રંગ પ્રિય નથી. જેથી આ રાશિના જાતકો લાલ રંગની નાડાછડી બાંધે તો શનિદેવ નારાજ થઈ શકે છે.

કઈ રાશિના જાતકોએ નાડાછડી બાંધવી

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, વૃશ્વિક, મેષ અને સિંહ રાશિના જાતકોએ નાડાછડી બાંધવી જોઈએ. આ રાશિના જાતકો નાડાછડી બાંધે તો બજરંગબલીની વિશેષ કૃપા રહે છે. મેષ અને વૃશ્વિક રાશિના સ્વામી મંગળ છે અને સિંહ રાશિના સ્વામી સૂર્ય છે. સૂર્ય અને મંગળને લાલ રંગ ખૂબ જ પ્રિય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles