ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. તેમના રાશિ પરિવર્તન કરવાની ક્રિયાને સંક્રાતિ કહેવામાં આવે છે. રાશિ પરિવર્તનની સાથે સૂર્યદેવનું નક્ષત્ર પરિવર્તન પણ ખૂબ મહત્વનું છે. આ મહિને સૂર્ય દેવ 22 જૂનના રોજ આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે.
સૂર્ય આર્દ્રામાં પ્રવેશે ત્યારે શું થાય
જ્યારે સૂર્ય આ નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે પૃથ્વી રજસ્વલા બની જાય છે, એટલે કે આ સમય બીજ વાવવા માટે યોગ્ય માનવામાં આવે છે. ગ્રહ-નક્ષત્રની આ સ્થિતિને કારણે 52 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. એવું માનવામાં આવે છે કે જો આ દરમિયાન આકરી ગરમી પડશે તો આગામી ચોમાસામાં વરસાદ પણ સારો રહેશે. સૂર્યને વિશ્વનો આત્મા કહેવામાં આવ્યો છે કારણ કે પૃથ્વી પર જીવન સૂર્યના કારણે જ શક્ય છે. એટલા માટે સૂર્યના સ્થાનમાં થોડો ફેરફાર પણ સમગ્ર વિશ્વ અને માનવ જીવનને અસર કરે છે.
આર્દ્રા નક્ષત્રનો સ્વામી રાહુ
અર્દ્રા નક્ષત્રમાં સૂર્યનું આગમન હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. આ દરમિયાન ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ સાથે ભગવાન શિવ અને વિષ્ણુને ખીર પુરી અને કેરીના ફળ ચઢાવવામાં આવે છે. આ સમયે વિષ્ણુ સહસ્ત્રનામ અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)