સનાતન ધર્મમાં ભગવાન શિવના અસંખ્ય ભક્ત છે. ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે સોમવારના દિવસે પૂજા કરવામાં આવે છે. આ દિવસે તેમને પ્રસન્ન કરીને તેમના આશીર્વાદ મેળવવા તે શુભ અને લાભકારી માનવામાં આવી છે. સોમવારના દિવસે વ્રત કરીને મનપસંદ પતિ મેળવી શકાય છે અને વૈવાહિક જીવનમાં સુખ શાંતિ આવે છે.
ભગવાન શંભુની પૂજા કરતા સમયે આ 4 બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ભોલેનાથની પૂજામાં આ વસ્તુ અર્પણ કરો
ધાર્મિક માન્યતા અનુસાર સોમવારના દિવસે ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માંગો છો, તો તેમને અક્ષત, બિલીપત્ર, ચંજન, ધત્તૂરો અથવા આંકડાના ફૂલ, દૂધ અને ગંગાજળ અર્પણ કરો. જેથી ભગવાન શિવ જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે.
ભોલેનાથને આ વસ્તુનો ભોગ લગાવો
મહાદેવની કૃપા મેળવવા સોમવારના દિવસે ભોળેનાથને ઘી, સાકર અને ઘઉંના લોટથી બનેલ પ્રસાદનો ભોગ ધરાવવો જોઈએ. હવે ધૂપ દીપથી મહાદેવની આરતી કરો અને પ્રસાદનું વિતરણ કરો. આ પ્રકારે કરવાથી શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત થશે અને તમામ સંકટ દૂર થશે.
ઈચ્છા પૂર્ણ થશે
સોમવારના દિવસે સાચા મનથી ભોલેનાથની પૂજા કરવામાં આવે તો તમામ દુખ દૂર થાય છે અને ઈચ્છા પૂર્ણ થાય છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને ત્યાર પછી શિવ આરાધના કરો.
આ મંત્રનો જાપ કરો
ધાર્મિક માન્યતા અનુસાર સોમવારના દિવસે ભોળેનાથની કૃપા મેળવવા માટે ગાયના દૂધમાં પાણી મિશ્ર કરીને શિવલિંગ પર અર્પણ કરો અને 108 વાર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. આ પ્રકારે કરવાથી તમામ દુ:ખ દૂર થશે અને ભોળેનાથની વિશેષ કૃપા રહેશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)