જ્યોતિષશાસ્ત્રમાં બુધને મુખ્ય ગ્રહ માનવામાં આવે છે. તે બુદ્ધિ અને તર્કનું પ્રતીક માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તમામ ગ્રહો દ્વારા નિશ્ચિત સમયગાળા માટે પોતાનુ રાશિ પરિવર્તન કરવામાં આવતું રહે છે. શાસ્ત્રોમાં બુધને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવ્યો છે. જો કુંડળીમાં બુધની સ્થિતિ નબળી હોય તો જાતકોમાં આત્મસન્માનની કમી, આર્થિક સમસ્યાઓ અને બુદ્ધિની કમી જોવા મળી શકે છે.
જણાવી દઈએ કે ગ્રહોના રાજકુમાર બુધ વૃષભ રાશિમાં ગોચર કરી ચૂક્યાં છે અને 19 જૂને સવારે 7:16 કલાકે આ રાશિમાં જ અસ્ત થશે. જેના શુભ અને અશુભ પરિણામો દરેક રાશિના લોકો પર જોવા મળશે. આ દરમ્યાન કેટલીક રાશિઓ એવી પણ છે, જેમને વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. જાણીએ આ રાશિઓ કઈ છે.
આ રાશિઓએ રહેવુ પડશે સાવધાન
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે બુધ ગ્રહ બીજા અને પાંચમા ભાવનો સ્વામી છે. બુધ અસ્તની અવસ્થા તમારા લગ્ન ભાવમાં વિરાજમાન છે. બુધના અસ્ત થવાને કારણે આ રાશિના જાતકોને વધુ ખર્ચ, પરિવારમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વૃષભમાં બુધના ગોચર દરમિયાન જાતકોએ નોકરી-ધંધામાં વધુ મહેનત કરવી પડશે. નોકરીમાં અડચણો આવી શકે છે. પ્રોત્સાહનો, પ્રમોશન જેવા લાભો મળશે નહીં. પૈસાના મામલામાં સાવધાન રહેવાની જરૂર પડશે. તમારે ધનહાનિનો પણ સામનો કરવો પડી શકે છે. જાતકોએ તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે, બુધ ત્રીજા અને બારમા ભાવનો સ્વામી છે અને તેની સ્થિતિ 11મા ભાવમાં છે. આ દરમિયાન નોકરી કરતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. તમારી નોકરી જોખમમાં આવી છે. કરિયરના ક્ષેત્રમાં આ સમયગાળો પડકારજનક બની શકે છે. માતાના સ્વાસ્થ્યની અવગણના ન કરો, તેનાથી પરેશાની થઈ શકે છે. આ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પણ સાવધાન રહેવાની જરૂર છે.
સિંહ રાશિ
સિંહ રાશિમાં બુધ બીજા અને 11મા ભાવનો સ્વામી છે અને તે દશમા ભાવમાં અસ્ત થઈ રહ્યો છે. સિંહ રાશિના લોકો માટે પણ આ સમય શુભ માનવામાં આવતો નથી, આ સમય દરમિયાન તમારા ભાગ્યમાં ઘટાડો થશે. કાર્યસ્થળ પર દબાણનું વાતાવરણ રહેશે. તમારે ધીરજ રાખવાની જરૂર છે. વેપારમાં સમજી વિચારીને નિર્ણય લેવો. ખોટા ખર્ચા વધી શકે છે. પરિવારમાં અશાંતિનું વાતાવરણ રહી શકે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)