હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઇને કોઇ દેવી- દેવતાને સમર્પિત છે. એ જ રીતે મંગળવારનો દિવસ ભગવાન બજરંગબલીને સમર્પિત માનવામાં આવે છે. મંગળવારે બજરંગબલીના પૂજા-પાઠ અને વ્રત કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે.
માન્યતાઓ અનુસાર આ દિવસે દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. મંગળવારના દિવસે ભગવાન બજરંગબલીની પ્રિય વસ્તુઓનું દાન કરવું જોઈએ.
લાડુઃ ભગવાન બજરંગબલીને લાડુ ખૂબ પ્રિય છે. તેમને લાડુનો ભોગ પણ અર્પણ કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમારું પ્રમોશન લાંબા સમયથી અટકેલું હોય તો મંગળવારે હનુમાનજીના મંદિરમાં બેસનના લાડુનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ભગવાન બજરંગબલીની કૃપાથી આવક વધે છે અને પ્રમોશન પણ મળે છે.
નારિયેળઃ મંગળવારે નારિયેળનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો તમારા ઘરની કોઈ વ્યક્તિ અથવા તમે પોતે લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો, તો મંગળવારે કોઈ મંદિરમાં નારિયેળનું દાન કરો. આમ કરવાથી સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થઇ શકે છે. તમે બીમારીથી છુટકારો મેળવી શકશો.
લાલ વસ્ત્ર અને ફળઃ ભગવાન બજરંગબલીને લાલ વસ્ત્ર ખૂબ જ પસંદ છે. મંગળવારના દિવસે કોઈ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને લાલ રંગના વસ્ત્ર અને લાલ રંગના ફળનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી મંગળ દોષમાંથી મુક્તિ મળે છે. આ ઉપાયથી ભગવાન બજરંગબલી ખૂબ જ પ્રસન્ન થાય છે.
મસૂરની દાળઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની કુંડળીમાં માંગલિક દોષ હોય છે, તેમની દર મંગળવારે પૂજા કરવી જોઈએ. આ દિવસે લાલ મસૂરની દાળનું દાન કરવાથી ભગવાન હનુમાનજી પ્રસન્ન થાય છે. મંગળવારના દિવસે આ ઉપાય કરવાથી મંગળનો અશુભ પ્રભાવ ઓછો થાય છે અને લગ્નમાં કોઈ અડચણો આવતી નથી.
તુલસીના પાનઃ હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે હનુમાનજીને તુલસીના પાન અથવા તુલસીની માળા અર્પિત કરવી શુભ માનવામાં આવે છે. તુલસીના પાનનું દાન કરવાથી વ્યક્તિને જીવનમાં ક્યારેય ધન અને ધાન્યની કમી આવતી નથી.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)