વાસ્તુ શાસ્ત્ર આપણા જીવનમાં ખૂબજ મહત્વનું છે, દરેક વસ્તુને વાસ્તુ શાસ્ત્ર અનુસાર રાખવામાં આવે તો વ્યક્તિને મુશ્કેલીઓથી છૂટકારો મળી શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં કાર માટે પણ કેટલીક ટિપ્સ આપવામાં આવી છે. કહેવામાં આવે છે કે કારમાં કેટલીક વસ્તુો રાખવા માત્રથી નકારાત્મક ઉર્જા દૂર થઇ જાય છે.
જેનાથી વ્યક્તિ માટે તે કાર લકી સાબિત થઇ શકે છે. તેના કારણે દુર્ઘટનાઓ પણ ટળી જાય છે.
કાર ખરીદતી વખતે તો લોકો ઘણી વાતોનું ધ્યાન રાખે છે, જેમ કે કારન કલર, ફીચર્સ, કંપની વગેરે. પરંતુ ઘણીવાર કાર ખરીદ્યા બાદ લોકો કેટલીક વસ્તુઓને અવગણે છે. જે તેમના માટે હાનિકારક સાબિત થઇ શકે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર કારમાં એવી કેટલીક વસ્તુઓ રાખવી જોઇએ જેથી નેગેટિવિટી દૂર થઇ જાય છે અને પોઝિટિવિટી આવે છે. તથા આવનાર સંક્ટ પણ ટળી જાય છે. તો ચાલો તમને જણાવીએ આ વસ્તુઓ વિશે.
ભગવાન ગણેશની મૂર્તિ: મોટાભાગના લોકો કારમાં ભગવાનની મૂર્તિઓ રાખે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર કારમાં ભગવાન ગણેશની મૂર્તિ રાખવી સૌથી શુભ માનવામાં આવે છે. ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે ભગવાન ગણેશની મૂર્તિ કારમાં રાખવાથી આવનારુ સંકટ દૂર થઇ જાય છે.
નેચરલ સ્ટોન: વાસ્તુ શાસ્ત્ર અનુસાર કારમાં નેચરલ સ્ટોન અને ક્રિસ્ટલ રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને કારના ડેશબોર્ડ પર રાખી શકાય છે. કહેવાય છે કે તેનાથી ધરતી અને કારનું સંતુલન જળવાઇ રહે છે. જે સંભવિત ઘટનાઓને તમારાથી દૂર રાખે છે.
ચાયનીઝ કોઇન: વાસ્તુ શાસ્ત્રમાં ચાઇનીઝ કોઇનને કારમાં લટકાવવા શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ કોઇન તમારા કારના ઇંટીરિયર, રંગ વચ્ચે એક સંતુલન જાળવી રાખે છે જેનાથી નકારાત્મકતા અંદર નથી આવતી.
એસેંશિયલ ઓઇલ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર કારમાં એસેંશિયલ ઓઇલ જેવા કે લેવેંડર, પીપરમિંટ વગેરે મૂડને સારો રાખે છે. તેનાથી મનને શાંતિ મળે છે. તેની સુગંધથી વ્યક્તિ પોઝિટિવિટી અનુભવે છે.
મીઠુ: વાસ્તુ શાસ્ત્ર અનુસાર પોઝિટિવિટી માટે મીઠુ સૌથી સારો વિકલ્પ છે. કારની સીટની નીચે કાગળ પર સીંધવ મીઠુ રાખવાથી પોઝિટિવીટી આવે છે. પરંતુ ધ્યાન રાખો કે થોડા-થોડા સમયે તેને બદલતા રહો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)