બુધવારનો દિવસ પૂજા માટે હોય છે. એ ઉપરાંત સંકષ્ટિ ચતુર્થી અને વિનાયક ચતુર્થીના દિવસે ગણપની બાપ્પાની પૂજા કરે છે. અને વ્રત રાખે છે. ગણેશજીની પૂજાનું વિશેષ મહત્વ છે, એનું પાલન જરુરી છે. ગણેશજીને પ્રસન્ન કરવા માટે મોદક, સિંદૂર અને દુર્વા જરૂર અર્પિત કરો જેથી ગણપતિ બાપા દરેક મનોકામના પુરી કરે.
પરંતુ ગણપતિ પૂજામાં કેટલીક વસ્તુ અર્પિત કરવું વર્જિત છે. આ વસ્તુઓ ચઢાવવાથી ગણેશજી નારાજ થઇ જાય છે. એનાથી તમારું વ્રત અને પૂજા પણ નિષ્ફળ થઈ શકે છે.
ભગવાન શિવની જેમ ભગવાન ગણેશની પૂજામાં પણ તુલસીનો ઉપયોગ વર્જિત છે. ગણપતિના ભોગ કે પ્રસાદમાં તુલસીના પાન નાખવામાં આવતા નથી કારણ કે ભગવાન ગણેશએ તુલસીને શ્રાપ આપ્યો હતો અને પૂજામાં ઉપયોગમાં લેવાની મનાઈ કરી હતી.
એવું કહેવાય છે કે એક વખત ચંદ્રે ગણેશની મજાક ઉડાવી ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા અને તેમણે ચંદ્રને શ્રાપ આપ્યો કે તેઓ તેમની સુંદરતા ગુમાવશે. આ કારણે ગણેશ પૂજામાં સફેદ ચંદન, સફેદ વસ્ત્ર, સફેદ પવિત્ર દોરો વગેરે ચઢાવવામાં આવતા નથી.
અક્ષતનો અર્થ થાય છે કે જેને ક્ષતિ ન થઇ હોય નથી અથવા જે અક્ષત હોય. ગણેશજીની પૂજામાં તૂટેલા અક્ષતનો ઉપયોગ ન કરવો. હંમેશા આખા ચોખાનો ઉપયોગ કરો જે તૂટેલા ન હોય.
ગણેશજીની પૂજામાં સુકાઈ ગયેલા ફૂલો અને માળાનો ઉપયોગ પ્રતિબંધિત છે. તેનો ઉપયોગ કરવાથી દોષ લાગે છે. તેમને પૂજા સ્થાન પર રાખવાથી વાસ્તુ દોષો ઉત્પન્ન થાય છે, તેથી તમે જોયું જ હશે કે પૂજા સ્થાન અથવા મંદિરમાંથી થોડા સમય પછી ફૂલો અને હાર હટાવી લેવામાં આવે છે.
ગણેશજીની પૂજા કરતી વખતે પણ સફેદ કે કેતકીના ફૂલોનો ઉપયોગ કરવામાં આવતો નથી. શિવ ઉપાસનામાં પણ કેતકીનું ફૂલ વર્જ્ય છે. ગણેશજીને ગલગોટાના ફૂલ કે લાલ ફૂલ અર્પણ કરી શકાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)