હિન્દુ પંચાંગ મુજબ, યોગિની એકાદશી વ્રત દર વર્ષે અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના રોજ રાખવામાં આવે છે.
આજે ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે. માન્યતા અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાની સાથે વ્રત રાખવાથી વ્યક્તિને તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને સુખ, સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિ થાય છે. તો બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. તેવામાં જો તમે ઈચ્છો તો સૂર્યાસ્ત પહેલા આ ઉપાયો કરી શકો છો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ જલ્દી પ્રસન્ન થાય છે. આવો જાણીએ કે યોગિની એકાદશીના દિવસે કયા ઉપાયો કરવાથી શુભ થઈ શકે છે.
યોગિની એકાદશીએ કરો આ ખાસ ઉપાય
પાપોથી મુક્તિ મેળવવા માટે
ઘણી વખત જાણે-અજાણે અનેક પ્રકારના પાપ કરી બેસીએ છે. આવી સ્થિતિમાં એકાદશીના દિવસે પશુ-પક્ષીઓની સેવા કરવાની સાથે તેમને પાણી અને ખોરાક પણ ખવડાવો. આ સાથે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને અન્ન, પાણી, વસ્ત્ર અને દક્ષિણા વગેરેનું દાન કરો. આ ઉપાયો કરવાથી દરેક પ્રકારના પાપોથી મુક્તિની સાથે ગ્રહ દોષોથી પણ મુક્તિ મળી શકે છે.
કરો આ મંત્રનો જાપ
જો જીવનમાં એક સમસ્યાનો અંત ન આવે તો તેની પહેલા બીજી સમસ્યા ઉભી થાય છે, તેથી યોગિની એકાદશીના દિવસે આ મંત્રનો જાપ ફાયદાકારક સાબિત થઈ શકે છે. યોગિની એકાદશીના દિવસે તુલસીની માળા સાથે ભગવાન વિષ્ણુ સંબંધિત ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ’ મંત્રનો જાપ કરો. તેની સાથે ભગવાનને અન્નકૂટ અર્પણ કરવા સાથે તુલસીના કેટલાક પાન ચઢાવો.
દિવો પ્રગટાવો
શાસ્ત્રો અનુસાર એકાદશીની સાંજે તુલસીના છોડની સામે ઘીનો દીવો કરવો શુભ માનવામાં આવે છે. આ સાથે 11 પરિક્રમા કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી પણ ખૂબ જ પ્રસન્ન થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)