fbpx
Sunday, November 3, 2024

સમજો કે તમારો ખરાબ સમય આવી રહ્યો છે! જો આમાંથી કંઈપણ થાય તો તૈયાર રહો

ચાણક્ય નીતિ અનુસાર વ્યક્તિના જીવનમાં ખરાબ સમયની શરુઆત થવાની હોય ત્યારે તેને ઘરમાં ખાસ સંકેતો મળતા હોય છે. આચાર્ય ચાણક્ય અર્થશાસ્ત્ર, રાજનીતિ અને કુટનીતિમાં નિપુણ હોવાનું કહેવાય છે. ચાણક્યએ નીતિશાસ્ત્ર દ્વારા માનવ જીવનના ઘણા મહત્વપૂર્ણ પાસાઓને લગતી વાતો અને નીતિઓ બનાવી છે. આ નીતિઓનું પાલન કરીને સમાજ અને પરિવારમાં સરળતાથી જીવન જીવી શકાય છે.

આચાર્ય ચાણક્યના આ વિચારોમાંથી એક વિચાર એમ પણ છે કે, ખરાબ સમય આવતા પહેલા વ્યક્તિ કેવી રીતે પોતાના ઘરમાં 5 સંકેતો જુએ છે.

કોઈ વ્યક્તિ પર કોઇ પ્રકારના સંકટ આવવાના હોય છે, ત્યારે તેની આસપાસ જ તેના સેકેતો મળી જતા હોય છે, તેથી વ્યક્તિએ પોતાની આસપાસ બનતી કેટલીક ઘટનાઓ પર ધ્યાન આપવું જરૂરી બની જાય છે. તો જાણીએ એવા કયા સંકેતો છે જેનાથી જાણ થાય છે તમારો ખરાબ સમય આવવાનો છે….

1. તુલસીનો છોડ સુકાવવો

આપણા ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર અને પૂજનીય સ્થાન મળ્યું છે. એવું કહેવાય છે કે તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે, જો તુલસીનો છોડ ખૂબ કાળજી રાખ્યા પછી પણ સુકાઈ જાય તો તે ભવિષ્યમાં આર્થિક સંકટનો સંકેત હોઈ શકે છે.

2. ઘરમાં મુશ્કેલી

જો તમારા ઘરમાં નાની નાની બાબતો પર ઝઘડા થવા લાગે અથવા તણાવ રહે છે, તો તો આ બધા સંકેતો આવનારા આર્થિક સંકટના છે. જો કે, ગૃહકલેશ પણ વાસ્તુ દોષ અને ગ્રહદોષના કારણે થાય છે.

3. કાચ તુટવો

ઘરમાં વારંવાર કાચ તૂટવો એ ગરીબી અને પૈસાની ખોટ દર્શાવે છે. તેથી તુટેલા કાચને ઘરમાં પણ ન રાખવા. જોકે, વાસ્તુ શાસ્ત્રનું માનીએ તો ઘરમાં કોઇ અરીસો અચાનકથી તૂટી જાય તો તેનો અર્થ છે કે, ઘર પર આવનાર કોઇ સંકટને કાચે પોતાના ઉપર લઇ લીધુ છે અને સંકટ ટળી ગયું છે.

4. ઘરમાં પૂજા-પાઠ ન થવા

જો ઘરમાં દરરોજ પૂજા-પાઠ ન થતા હોય અથવા મન ન લાગે તો ત્યાં સુખ-સમૃદ્ધિનો અભાવ વર્તાય છે. ચાણક્યના મતે આ જીવન-પરિવારમાં આવનારા આર્થિક સંકટની નિશાનીઓ છે. શાસ્ત્રો અનુસાર જે ઘર કે સ્થળે પૂજા નથી થતી ત્યાં સુખ-સમૃદ્ધિ નથી ટકતી.

5. વડીલોનો અનાદર

ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે માતૃદેવો ભવ-પિતૃદેવો ભવ અર્થાત તમારા માતા-પિતા, ઘરના વડીલો આ દુનિયામાં પૃથ્વી પરના સાક્ષાત તમારી સમક્ષ જીવતા માતા-પિતા છે. દરેક બાળકને નાનપણથી જ શીખવાડવામાં આવે છે કે ઘરના વડીલોનું હંમેશા સન્માન કરવું જોઈએ. વડીલો પૂજનીય હોય છે અને હંમેશા આપણને સુખાકારીના આશીર્વાદ આપે છે અને જો તેમનું સન્માન ન કરવામાં આવે તો તેઓ દુઃખી થાય છે. ઘરના વડીલો સાથે દુર્વ્યવહાર કે અપમાન કરનારા લોકો જીવનમાં ક્યારેય સુખી રહેતા નથી. વડીલોનું અનદાર, સન્માન ન જળવાવવું, મન દુભાવવું પણ પણ આર્થિક સંકટના સંકેત છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles