સારી ઉંઘ માટે વ્યક્તિ શું નથી કરતો. પરંતુ ઘણી વખત લોકોની ઉંઘ સવારે વહેલી ખુલી જાય છે અથવા તો મોડી રાત સુધી ઉંઘ નથી આવતી. પરંતુ શું તમે જાણો છો કે સવારે વહેલી ઉંઘ ખુલી જવાની પાછળ મોટુ રહસ્ય છુપાયેલું છે.
તેનો મતલબ છે કે દેવતા ઈચ્છે કે તમે જલ્દી ઉઠીને સવારે પૂજાપાઠ કરો.
બ્રહ્મ મુહૂર્તનો સમય
તમે ઘણી વખત લોકોના મોંઢાથી સાંભળ્યું હશે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું સૌથી સારૂ માનવામાં આવે છે. જોકે લોકોને તેના વિશે વધારે જાણકારી નથી હોતી. એવામાં તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સવારે 3થી 4.30 વાગ્યાની વચ્ચેનો સમય બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે. તેને દેવતાઓના ઉઠવાનો સમય પણ કહેવામાં આવે છે.
શુભ માનવામાં આવે છે આ સમય
એવામાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું શુભ માનવામાં આવે છે. આ સમયે ઉઠવાથી સ્વાસ્થ્ય સારૂ રહે છે. આ સમયે ઉંઘ ખુલવાનો મતલબ છે કે દેવતા તમને જાગીને પૂજા-પાઠ કરવા માટે કહેવા માંગે છે. આ સમયે પૂજા પાઠ કરવાથી પ્રાર્થના સીધી ભગવાન સુધી પહોંચે છે અને તેનો ફાયદો પણ જોવા મળે છે. વ્યક્તિની મનોકામનાઓ ધીરે-ધીરે પુરી થવા લાગે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)