આચાર્ય ચાણક્ય દ્વારા આપવામાં આવેલા જ્ઞાનને આજે ચાણક્ય નિતી તરીકે ઓળખવામાં આવે છે. તેમના નિતીશાસ્ત્રમાં જીવનની નાની મોટી પરિસ્થિતીઓને લઈને ખૂબ મહત્વની શિખામણો આપવામાં આવી છે. આચાર્ય ચાણક્યની નીતિઓ આજે પણ પ્રાસંગિક છે. આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓમાં વ્યક્તિને સફળ જીવન જીવવા માટે ઘણી બાબતો કહી છે. આ તેમણે એવી વસ્તુ વિશે પણ વાત કરી છે કે જેના ખૂબ અછત હોવા છતા પણ વ્યક્તિએ તેના સગા સંબંધીઓ પાસે ક્યારેય મદદ ન માંગવી જોઈએ.
શ્લોક
वरं वनं व्याघ्रगजेन्द्रसेवितं द्रुमालयः पत्रफलाम्बु सेवनम्। तृणेशु शय्या शतजीर्णवल्कलं न बन्धुमध्ये धनहीनजीवनम्॥
ગરીબ અને ધનહીન હોવા પર ન લો સગા સંબંધીઓની મદદ
આચાર્ય ચાણક્યએ પોતાના આ શ્લોક દ્વારા કહ્યું છે કે વ્યક્તિએ વાઘ, હાથી અને સિંહ જેવા ભયંકર જીવોથી ઘેરાયેલા જંગલમાં રહેવું પડે, ઝાડ પર ઘર બનાવીને રહેવાનુ જરૂર પડે અને ફળ અને પાંદડા ખાઈને પણ જો પોતાનુ જીવન વિતાવવું પડે તો તેમ કરી લેવું. જમીન પર ધાસની પથારી કરી સૂવું પડે અને ઝાડના છાલ પાનથી શરૂર ઢાંકવું પડે તો તેમ પણ કરી લેવું. છતા આ કપરી પરિસ્થિતીમાં જીવન વિતાવવા છતા ક્યારેય પણ તમારા નજીકના સંબંધીઓ સાથે ન રહો. જો તમે આવું કરશો તો તમારું જીવન વધુ પીડાદાયક બની જશે.
આચાર્ય ચાણક્યના મત પ્રમાણે વ્યક્તિને જીવનમાં કોઈને કોઈ સમયે શારીરિક, માનસિક અથવા આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે જ છે, પણ સમય આવે ત્યારે વ્યક્તિ આ પરિસ્થિતીમાંથી મુક્તિ પયમ મેળવી લે છે. જ્યારે આર્થિક સ્થિતિની વાત આવે છે અને વ્યક્તિ એકદમ ગરીબ થઈ જાય છે, ત્યારે આવા સમયે તે પોતાના સંબંધીઓના પાસે મદદ માંગવા તેમના દરવાજા ખખડાવે છે અને તેમની પાસેથી મદદ માંગવામાં આવે છે કે તેઓ થોડા પૈસાની જરૂરિયાત પૂરી કરે અથવા થોડા દિવસો માટે તેમના ઘરમાં રહેવા માટે સ્થાન આપે. આવા લોકોને આચાર્ય ચાણક્ય કહે છે કે, પૈસાહીન અને ગરીબ થયા પછી તમારે જીવનની તમામ પરેશાનીઓ સહન કરવી જોઈએ. આ માટે, જો તમે ઇચ્છો તો, ભયંકર પ્રાણીઓથી ભરેલા જંગલમાં તમારું ઘર બનાવો અથવા વસ્ત્રોને બદલે પહેરવા માટે પાંદડાઓનો ઉપયોગ કરો અથવા ખોરાક માટે ફૂલો અને ફળો પર આધાર રાખો. આ તમામ સ્થિતિમાં પણ તમને મનની શાંતિ મળી શકે છે.
પણ જો તમે આવામાં તમારા નજીકના સંબંધીઓ પર નિર્ભર છો, તો તમારે જીવનભર તેમના આભારી બનીને રહેવું પડશે. તેમના દ્વારા કરવામાં આવેલી નાની મદદ પણ કાલ હોઈ શકે છે. તે આની માટે જીવનભર તમને સંભળાવશે કે દરૂરના સમયે તેમણે તમારી મદદ કરી હતી. જ્યારે તમારી પાસે ખાવાન પણ પૈસા ન હતા ત્યારે તે જ કામ આવ્યા હતા. જો આવું થાય તો તમારે હંમેશા તેમની સામે નમતું રહેવું પડશે અને અલગ અલગ પ્રકારની વાતો સાંભળવી પડશે. એવામાં જો તમે ઈચ્છઓ છો કે તમે આજીનન કોઈના ઉપકાર તળે દબાયેલા ન રહો, તો જીવનમાં થોડા સમય માટે મુશ્કેલીઓનો સામનો કરતા શીખો. આ બાદ તમે તમારું જીવન શાંતિ અને આરામથી વિતાવી શકો છો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)