નકારાત્મક ઉર્જાથી બચવા માટે વાસ્તુ શાસ્ત્રમાં દિસાઓનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. તમામ વસ્તુઓ રાખવા માટે દિશા નિર્ધારિત કરવામાં આવી છે. વાસ્તુમાં જણાવવામાં આવેલા આ નિયમો ને માનવાથી જીવનમાં કોઇપણ મુશ્કેલી નથી આવતી.
જો કે ખોટી દિશામાં ખોટી વસ્તુ મુકવાથી જાતકને જીવનમાં ઘણા અશુભ પરિણામ ભોગવવા પડે છે. આજે અમે તમને આ ખરાબ પરિણામોથી બચવા માટે વિશેષ ઉપાયો વિશે જણાવીશું. વાસ્તુમાં પશ્ચિમ દિશાને વરુણ દેવ અને શનિ દેવની દિશા માનવામાં આવે છે.
પશ્ચિમ દિશા પર આ બંનેનું આધિપત્ય માનવામાં આવ્યું છે. તેવામાં પશ્ચિમ દિશામાં વાસ્તુ દોષ લાગવાના કારણે તમારે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો વાસ્તુ નિયમો અનુસાર જાણીએ કે પશ્ચિમ દિશામાં શું કરવું શુભ હોય છે અને આ દિશામાં શું કામ ન કરવું જોઇએ, જે ઘરમાં નકારાત્મક ઉર્જાનું કારણ બની શકે છે. તેવામાં તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.
પશ્ચિમ દિશામાં ન કરો આ કામ: ઘરનો મુખ્ય દ્વાર: વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરનો મુખ્ય દ્વાર પશ્ચિમ દિશામાં ન હોવો જોઇએ. જો ઘરનો મેઇન ગેટ આ દિશામાં હોય તો તમારે આર્થિક રૂપે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ તમારા નકામા ખર્ચ વધારે છે.
પશ્ચિમ દિશામાં પાણીની ટાંકીથી વધે છે વાસ્તુ દોષ: તમારે ઘરમાં પશ્ચિમ દિશામાં ભૂગર્ભ ટાંકી ન બનાવવી જોઇએ. આમ કરવાથી ઘરમાં વાસ્તુ દોષ વધી શકે છે. જેના કારણે પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આ દિશામાં ઉપરની તરફ પાણીની ટાંકી બનાવી શકો છે. તેનાથી સકારાત્મક ઉર્જા સંતુલિત રહે છે.
રસોડુ તથા પાણીની નિકાસ: પશ્ચિમ દિશામાં રસોડુ હોવાથી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ દિશામાં પાણીની નિકાસ પણ ન હોવી જોઇએ. તેના કારણે ઘર-પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.
પશ્ચિમ દિશામાં ન હોવો જોઇએ ઘરનો ઢોળાવ: ઘર બનાવતી વખતે તે વાતનું ધ્યાન રાખવું જોઇએ કે ઘરનો ઢોળાવ પશ્ચિમ દિશામાં ન હોય. ઘરમાં આ દિશાની ઉંચાઇ અન્ય જગ્યાએથી વધુ હોવી જોઇએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)