આચાર્ય ચાણક્યની નીતિ આજે પણ પ્રાસંગિક છે. ચાણક્યએ પૈસા વિશે ઘણું કહ્યું છે. તેમણે કહ્યું કે જે વ્યક્તિ પૈસા બચાવતો નથી, તે જ્યારે જીવનમાં મુશ્કેલીઓથી ઘેરાયેલો હોય છે, ત્યારે તેને બચાવવાવાળું કોઈ નથી હોતું. અર્થશાસ્ત્રીઓથી લઈને આપણા ઘરના વડીલો હંમેશા પૈસા બચાવવાની વાત કરે છે. કારણ કે આજે ભેગું થયેલું ધન ભવિષ્યમાં અને મુશ્કેલ પરિસ્થિતિમાં ઉપયોગી છે.
શ્રેષ્ઠ વિદ્વાનોમાંના એક, આચાર્ય ચાણક્ય પણ તેમની નીતિમાં પૈસા કમાવવા અને બચાવવા વિશે વાત કરે છે. સફળ અને સુખી જીવન જીવવા માટે ચાણક્ય નીતિ હંમેશા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચાણક્ય અનુસાર જીવનમાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં ઘન વાપરવાથી તેમાં વૃધ્ધિ થતી હોય છે.
બિમારીમાં મદદ
આચાર્ય ચાણક્ય પોતાના નીતિ શાસ્ત્રમાં કહે છે કે, જો તમે આર્થિક રીતે સક્ષમ છો, તો શક્ય હોય ત્યાં સુધી કોઈની બીમાર કે જરૂરિયાતમંદ લોકો માટે પૈસા ખર્ચો. ઘણી વખત એવું બને છે કે કોઈની બીમારીમાં સહકાર ન આપવાથી પછીથી પસ્તાવો થાય છે. તેથી જ આ બાબતોમાં જરાય કંજૂસાઈ ન કરો. રીતે મદદ કરવાથી જીવનમાં પૈસા વે છે અને ભગવાન પણ પ્રસન્ન થાય છે.
ગરીબોની મદદ કરો
ગરીબ, લાચાર અને જરૂરિયાતમંદોની મદદ કરવા હંમેશા તત્પર રહેવું જોઈએ. આ કામ કરવાથી તમને પૂજા કરતા પણ વધુ પુણ્ય મળશે.
ગરીબ બાળકોના શિક્ષણ
તમારે ગરીબ અને અનાથ બાળકોની મદદ કરવાથી ક્યારેય પીછેહટ ન કરવી જોઈએ. ગરીબ-અનાથ બાળકોના ભોજન, કપડાં, શિક્ષણ વગેરે પાછળ પૈસા ખર્ચવાથી તમારી આવક ક્યારેય ઘટશે નહીં અને તમને પુણ્ય પણ મળશે.
સામાજિક કાર્યો
આચાર્ય ચાણક્ય કહે છે કે આપણે આપણી કમાણીનો એક ભાગ સામાજિક કાર્યોમાં ચોક્કસથી વાપરવો જોઈએ. આવું કરવાથી તમને મોટો આર્થિક લાભ મળે છે. આ સિવાય તમે શાળાઓ અને સંસ્થાઓને પણ દાન આપી શકો છો. આવું કરવાથી તમને લોકોની દુઆ અને આશિર્વાદ મળે છે.
ધાર્મિક સ્થળોએ દાન
ધાર્મિક સ્થળોએ દાન કરવાથી ક્યારેય પીછેહઠ ન કરો. પવિત્ર સ્થાન પર અપાતા દાનથી ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે ધાર્મિક સ્થળો પર જમા થતા પૈસાથી ભૂખ્યા અને ગરીબ લોકોનું પેટ પણ ભરાય છે, જેનાથી ભગવાનના આશિર્વાદ મળે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)