સનાતન ધર્મમાં ભગવાનની પૂજા કરતા સમયે નૈવેદ્ય (ભોગ) ધરાવવાની પરંપરા છે. ભક્તો તેમના ભગવાનને મનપસંદ ભોગ લગાવીને તેમને રિઝાવે છે. શુભ કાર્યક્રમો દરમિયાન ભગવાનને વિશેષ પકવાન ધરાવવામાં આવે છે.
અનેક લોકો ભોગ લગાવવાના નિયમ અને તેના મહત્ત્વ વિશે જાણકારી હોતી નથી. નિયમ અનુસાર ભોગ લગાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે, તેવી માન્યતા છે. અનેક લોકો ભોગ લગાવતા સમયે અજાણતા એવી ભૂલ કરી બેસે છે, જેનો કોઈ અર્થ રહેતો નથી. ભગવાનને ભોગ શા માટે ધરાવવો જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપી રહ્યા છીએ.
ભગવાનને ભોગ શા માટે ધરાવવામાં આવે છે?
ભગવાનને શુદ્ધ અને ઉચિત ભોજન પીરસવું તે પૂજાની એક રીત છે. ભગવાનની મર્યાદા અનુસાર ભોગ લગાવવામાં આવે છે અને તેમના ભોજનમાં અપવિત્ર ભોજનને કોઈ સ્થાન હોતું નથી. ભગવાનને ભોગ ધરાવવા પાછળ માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ તે આયુર્વેદ અને વાસ્તુ શાસ્ત્ર પર આધારિત છે. આયુર્વેદ અનુસાર ભગવાન માટે ભોજન બનાવવા સમયે મનમાં સદભાવ હોય છે. સદભાવના કારણે વ્યક્તિ ખુશ રહે છે અને મનનો તણાવ દૂર થાય છે. ભગવાન માટે જે ભોજન બનાવવામાં આવે છે, તેમાં પ્રેમ પણ ભળેલો હોય છે. આ કારણોસર વ્યક્તિ પ્રસન્નતા અનુભવે છે અને માનસિક રોગની અસર ઓછી થાય છે.
વાસ્તુ અનુસાર ભોગ લગાવવાનો નિયમ?
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ભગવાનને ભોગ ધરાવ્યા પછી ભોજન કરવાથી અન્નદોષ દૂર થાય છે. અન્નના વ્યયને કારણે જે અન્ન દોષ ઉત્પન્ન થાય છે, અન્નનો ભંડાર ખોટી જગ્યાએ હોવાને કારણે માઁ અન્નપૂર્ણાનું સ્થાન ખોટી જગ્યાએ બની જાય છે. આ તમામ કારણોને ધ્યાનમાં રાખીને ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)