ધાર્મિક માન્યતા અનુસાર હિંદુ ધર્મમાં દર્શ અમાસનું ખાસ મહત્ત્વ રહેલું છે. અનેકવાર પંચાંગ અનુસાર દર્શ અમાસ અને અમાસમાં ખૂબ જ અંતર હોય છે. દર્શ અમાસના દિવસે ચંદ્રના દર્શન થતા નથી. આ દિવસે ચંદ્ર દેવને પ્રાર્થના કરવાથી તમામ ઈચ્છા પૂર્ણ થાય છે. માનવામાં આવે છે કે, દર્શ અમાસના દિવસે પિતૃઓ ધરતી પર આવે છે, તેથી આ દિવસે પૂર્વજોની પૂજા કરવામાં આવે છે અને તેમના આશીર્વાદ મેળવવામાં આવે છે.
દર્શ અમાસના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે. દર્શ અમાસ વિશે અને પિતૃદોષ દૂર કરવા માટેના ખાસ ઉપાય વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
દર્શ અમાસ 2023
17 જૂન 2023થી એટલે કે, આજથી આ દર્શ અમાસની તિથિ શરૂ થઈ રહી છે. સવારે 9:11 વાગ્યાથી આ તિથિની શરૂઆત થશે અને 18 જૂન 2023ના રોજ સવારે 10:06 વાગ્યે પૂર્ણ થશે. ચંદ્ર પૂજન માટે 17 જૂનના રોજ દર્શ અમાસની ઊજવણી કરવામાં આવશે. ઉદય તિથિ અનુસાર 18 જૂન 2023ના રોજ દર્શ અમાસ ઊજવવામાં આવશે.
દર્શ અમાસના દિવસે કરો આ ઉપાય
દર્શ અમાસના દિવસે સવારે સ્નાન કર્યા પછી તર્પણ કરવું જોઈએ. અમાસના દિવસે ગંગા અથવા કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ.
અમાસના દિવસે સ્નાન કર્યા પછી તર્પણ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે.
વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો દર્શ અમાસના દિવસે ચંદ્રની ઉપાસના કરવી જોઈએ.
દર્શ અમાસના દિવસે ચંદ્ર દેવની પૂજા કરવાથી આરોગ્ય તંદુરસ્ત થવાના આશીર્વાદ મળે છે. ચંદ્ર દેવની કૃપાથી અનેક બિમારીઓથી છુટકારો મળે છે.
આ દિવસે માઁ લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દાંપત્ય જીવન સુખમયી બને છે. તમામ સમસ્યાઓથી મુક્તિ મળે છે. જો તમે જીવનસાથી શોધી રહ્યા છો, તો તેમાં પણ સફળતા મળી શકે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)