ઓડિશાની જગન્નાથ રથયાત્રા વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ યાત્રાની ઝાંખી માટે પુરી ધામ ખાતે દેશભરમાંથી લાખો ભક્તાનું ઘાડોપુર ઉમતે છે. દર વર્ષે અષાઢ મહિનામાં ઓડિશાના પુરી જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. ત્યારે આ વર્ષે રથયાત્રા 20 જૂલાઈથી શરૂ થશે. પરંતુ શું તમે જાણો છો કે આ રથયાત્રા શા માટે કાઢવામાં આવે છે અને તેનું મહત્વ શું છે?
તો ચાલો જાણીએ કે શા માટે ભગવાન જગન્નાથી તેની બહેન શુભદ્રા અને મોટા ભાઇ બલરામ નગરચર્યાએ નીકળે છે.
શા માટે જગન્નાથ પુરી રથયાત્રા કાઢવામાં આવે છે?
ભગવાન જગન્નાથ શ્રી કૃષ્ણના અવતાર છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન જગન્નાથની બહેન સુભદ્રાએ દ્વારકા દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને ત્યારબાદ ભગવાન જગન્નાથે તેમની બહેનને રથમાં બેસાડીને લઈ ગયા હતા. ત્યારથી રથયાત્રા શરૂ થઈ હતી. આ રથયાત્રાનો ઉલ્લેખ સ્કંદ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણ અને બ્રહ્મ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે.
જાણો અન્ય એક પ્રચલિત કથા
રાજા ઇન્દ્રદ્યુમે જ્યારે જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ બનાવી ત્યારે રાણી ગુંડીચાએ મૂર્તિઓ બનાવતી વખતે શિલ્પકાર વિશ્વકર્મા અને મૂર્તિઓ જોઈ, જેના કારણે મૂર્તિઓ અધૂરી રહી ગઈ. આ પછી, રાજાએ મંદિરમાં આ અધૂરી મૂર્તિઓની સ્થાપના કરી હતી. તે સમયે પણ આકાશવાણી થઇ હતી કે, ભગવાન જગન્નાથ વર્ષમાં એક વાર પોતાના જન્મસ્થળ મથુરામાં જરૂર આવશે. સ્કંદ પુરાણના ઉત્કલ વિભાગ અનુસાર, રાજા ઇન્દ્રદ્યુમે અષાઢ શુક્લ દ્વિતીયના દિવસે ભગવાનને તેમના જન્મસ્થળ પર જવાની વ્યવસ્થા કરી હતી. ત્યારથી આ પરંપરા રથયાત્રાના રૂપમાં ચાલી રહી છે.
મળ છે સો યજ્ઞ જેટલું પુણ્ય
એવું માનવામાં આવે છે કે, રથયાત્રામાં ભાગ લેનાર અને રથ ખેંચનારને સો યજ્ઞ કરવા જેટલું જ પુણ્ય મળે છે. ભગવાન જગન્નાથના રથની સાથે તેમની બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામના રથનો પણ રથયાત્રામાં સમાવેશ થાય છે. તેમના રથ અક્ષય તૃતીયાથી જ બનવા લાગે છે. અનેક કારીગરો રાતદિવસ મહેનત કરીને આ રથ તૈયાર કરે છે.
આ ત્રણેય રથ તૈયાર થઈ જાય ત્યારે આ ત્રણેય રથની વિધિવત પૂજા કરવામાં આવે છે. એટલું જ નહીં, જે રસ્તેથી આ રથ નીકળવાના હોય તેને પણ ‘સોનાની સાવરણી’થી સાફ કરવામાં આવે છે. યાત્રા દરમિયાન આગળ બલરામજી, મધ્યમાં સુભદ્રા અને છેલ્લે ભગવાન જગન્નાથનો રથ હોય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)