fbpx
Thursday, January 16, 2025

ભગવાન જગન્નાથનો રથ ખેંચવો ખૂબ જ શુભ માનવામાં આવે છે, દોરડાને સ્પર્શ કરવાથી મળે છે આ ફળ

ઓરિસ્સાના પુરીમાં નીકળતી વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ યાત્રા હિંદુ કેલેન્ડર અનુસાર દર વર્ષે અષાઢ માસની બીજની તિથિએ નીકળે છે.

આ વખતે 20 જૂને જગતના નાથ નગરયાત્રાએ નીકળશે. આ પવિત્ર આયોજનનો મુખ્ય ભાગ ભગવાન જગન્નાથી પૂજા કરવી છે. માનવામાં આવે છે કે આ દિવસથી જ રથયાત્રા, વૃંદાવનના લોકોથી અલગ થયાના લાંબા સમય બાદ વૃંદાવનમાં શ્રીકૃષ્ણના પોતાના ઘરે પરત ફરવાની યાદ અપાવે છે.

રથ યાત્રાનું દોરડુ પકડવું કેમ મનાય છે શુભ?: જગન્નાથ યાત્રાનો તહેવાર 15 દિવસ સુધી ચાલે છે અને નવા રથોના નિર્માણ સાથે જ ધાર્મિક અને સાંસ્કૃતિક તૈયારીઓ પહેલાથી જ શરૂ થઇ જાય છે. રથને ખેંચવો અથવા રથના દોરડાને સ્પર્શ કરવાને લોકો શુભ માને છે કારણ કે એવી માન્યતા છે કે ભગવાન જગન્નાથનો પવિત્ર રથ સ્વયં દેવતાનો અવતાર છે અને તેમની આત્મા રથ પર રહેલા દેવતાઓમાં વસે છે.

આ એકમાત્ર એવો સમય હોય છે જ્યારે મંદિર પરિસરમાંથી ત્રણેય મૂર્તિઓને બહાર લાવવામાં આવે છે, જેથી ભક્તોને પોતાના પ્રિય દેવતાઓની એક ઝલક મેળવવાનો મોકો મળે છે. રથ સાથે જોડાયેલુ દોરડુ સ્પર્શ કરવું અથવા ખેંચવુ દરેક ભક્તની ઇચ્છા હોય છે.

એવી માન્યતા છે કે દોરડુ ખેંચવાથી અથવા સ્પર્શ માત્રથી ભગવાન જગન્નાથ વ્યક્તિને તેના તમામ પાપોથી મુક્ત કરી દે છે અને તેના પુનર્જન્મના ચક્રથી છુટકારો આપી દે છે.

જગન્નાથ ભગવાન પ્રત્યે શ્રદ્ધા એટલી છે કે કેટલાંક દાયકા પહેલા સુધી રથના પૈડા નીચે આવીને ભક્ત પોતાના પ્રાણની આહુતિ આપી દેતા હતા. જો કે હવે કડક નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે જેથી આવી ઘટનાઓથી બચી શકાય.

રથ યાત્રાનું ધાર્મિક મહત્વ: ધર્મ શાસ્ત્રો અનુસાર જે કોઇપણ ભગવાનની રથયાત્રા ઉત્સવમાં સામેલ થાય છે અને ભગવાનના દર્શન કરે છે, તેના તમામ પાપો દૂર થઇ જાય છે. તેવો પણ ઉલ્લેખ છે કે ભગવાન વિષ્ણુ રથયાત્રામાં ભાગ લેનાર વ્યક્તિને સુખ-સમૃદ્ધિ પ્રદાન કરે છે.

ઓરિસ્સાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા છે પ્રસિદ્ધ: ઓરિસ્સાના પુરીમાં ભગવાન જગન્નાથની રથ યાત્રા કાઢવામાં આવે છે. જગન્નાથજી ભગવાન વિષ્ણુનું બીજુ સ્વરૂપ જ માનવામાં આવે છે.

પુરીના જગન્નાથ મંદિરમાં તે પોતાની બહેન દેવી સુભદ્રા અને મોટાભાઇ બલરામ સાથે બિરાજમાન થાય છે. પુરીમાં નીકળતી રથયાત્રાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. આ ભવ્ય .ાત્રામાં સામેલ થવા માટે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles