fbpx
Tuesday, November 5, 2024

ઘરની આ દિશામાં પિરામિડ લગાવવાથી બધી સમસ્યાઓ દૂર થશે, સફળતા તમારા કદમ ચૂમશે

અનેક લોકો ઘણી મહેનત કરે તેમ છતાં મનપસંદ પરિણામ મળતું નથી. તમામ કામમાં અડચણ આવે છે, વધતી જતી પરેશાનીના કારણે જીવન બરબાદ થઈ જાય છે. જે માટે વાસ્તુ પણ જવાબદાર હોઈ શકે છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં પિરામિડ રાખીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. જો તમારા ઘરમાં પિરામિડ હોય તો તેની દશા અને દિશાનું ખાસ ધ્યાન રાખવું, ખોટી દિશામાં પિરામિડ રાખવાથી ઊંધી અસર થવા લાગે છે. પિરામિડ રાખવાના શું ફાયદા છે અને કઈ દિશામાં રાખવો તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

ઘરમાં પિરામિડ રાખવાના ફાયદા

  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં પિરામિડ રાખવાથી શુભ સંકેત મળે છે અને ઘરમાં સકારાત્મક અસર થાય છે. બિઝનેસ અને નોકરીમાં આવતી અડચણ દૂર થાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે.
  • પિરામિડમાં સકારાત્મક ઊર્જા હોય છે, જેની ઘરના સભ્યો પર અસર થાય છે. ઘરમાં રહેતા લોકોનો થાક અને તણાવ ઓછો થાય છે.
  • વાસ્તુ નિષ્ણાંત અનુસાર પિરામિડ શુભ ફળ આપે છે. જેની ઘરના બાળકો પર અસર થાય છે. બાળકોના સ્ટડી ટેબલ પર પિરામિડ રાખવાથી તેમની એકાગ્રતા વધે અને દિમાગ શાંત રહે છે.

આ દિશામાં પિરામિડ રાખો

  • બિઝનેસ, નોકરી અને કરિઅરમાં અનેક અડચણ આવી રહી હોય તો પિરામિડ ઈશાન ખૂણામાં રાખવો, જેથી ઘરના સભ્યોને સફળતા પ્રાપ્ત થવા લાગશે.
  • વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના કોઈ સભ્યને રાત્રે ઊંઘ ના આવતી હોય, વારંવાર ઊંઘ ઉડી જતી હોય અને તણાવમાં હોય તો પિરામિડ દક્ષિણથી પશ્ચિમ દિશામાં રાખો, જેથી લાભ થશે.
  • વેપારમાં વૃદ્ધિ મેળવવાની કામના હોય તો ઓફિસની કેબિનમાં દક્ષિણ અને પશ્ચિમ દિશામાં પિરામિડ રાખો.
  • ઘરની કોઈ વ્યક્તિ વધુ સમયથી બિમાર હોય તો તેના પલંગ પાસે પિરામિડ રાખો, જેથી જલ્દી સ્વસ્થ થશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles