પ્રેમિકા (પ્રેમીને) : સામે બારીમાં
જે પક્ષીઓની જોડી છે તે રોજ અહીં આવે છે.
સાથે બેસે છે, વાતો કરે છે,
એકબીજા સાથે મસ્તી કરે છે, એક બીજાને પ્રેમ કરે છે.
અને એક આપણે છીએ કે રોજ ઝગડીએ છીએ.
પ્રેમી : તું એ એકવાત નોંધી.
પ્રેમિકા : કઈ?
પ્રેમી : તેમાં નર પક્ષી હંમેશા એક જ રહે છે,
પણ માદા પક્ષી રોજ બદલાયા કરે છે.
પ્રેમિકાએ તરત જ બ્રેકઅપ કરી દીધું.
😅😝😂😜🤣🤪
પહેલું સુખ તે જાતે નર્યા…
તો છેલ્લું સુખ?
છેલ્લું સુખ એ ફૅરા ફર્યા.
😅😝😂😜🤣🤪
OLX પર એક જબરજસ્ત એડ :
નવો નક્કોર શેરવાની શૂટ
વેચવાનો છે,
માત્ર એક જ વાર પહેર્યો છે,
“અને તે પણ ભૂલથી”.
😅😝😂😜🤣🤪
છ વર્ષના મયંકે પોતાના દાદાને પૂછ્યું કે
દાદાજી,
પપ્પા સામેના બિલ્ડિંગમાં રહેતા
મીના આંટી સાથે ઇશારાથી
વાત કેમ કરે છે?
દાદા : ભૂલ તારા પપ્પાની નથી બેટા,
આ તો વારસામાં મળેલી બીમારી છે.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)