હિન્દુ જ્યોતિષમાં મંગળ ગ્રહને પ્રમુખ ગ્રહ માનવામાં આવે છે. મંગળ જયારે પણ રાશિ પરિવર્તન કરે તો તમામ રાશિના જાતકો પ્રભાવિત થાય છે. હિન્દુ પંચાંગ અનુસાર મંગળ દેવ 01 જુલાઈ 2023ના રોજ સિંહ રાશિમાં પ્રવેશ કરશે.
વૈદિક જ્યોતિષમાં મંગળને સેનાપતિ કહેવામાં આવે છે. મંગળ દેવને ઉગ્ર ગ્રહ માનવામાં આવે છે.
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ તેની મૂળ ત્રિકોણ રાશિ મેષ રાશિમાં બેઠો હોય તો શુભ ફળ પ્રાપ્ત થાય છે. બીજી તરફ, જો મંગળ તેની સ્વામિત્વ વાળી રાશિ મેષ અથવા વૃશ્ચિક રાશિમાં બેઠો હોય તો તે જાતકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જે લોકોનો મંગળ મજબૂત સ્થિતિમાં હોય તે લોકો વહીવટ સંબંધિત કામોનું પ્રતિનિધિત્વ કરે છે.
મીન રાશિના લોકોએ કરવા આ ઉપાય
મીન રાશિના લોકો માટે મંગળ બીજા અને નવમા ઘરનો સ્વામી છે અને હાલમાં મંગળ છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિ પરિવર્તનનું મિશ્ર પરિણામ આપી શકે છે. મીન રાશિના લોકોનો ખર્ચ વધી શકે છે. કરિયરની દૃષ્ટિએ ગોચરનો સમય શુભ રહી શકે છે. પગાર વધારો, પ્રમોશન વગેરેની અપેક્ષા રાખી શકાય. સરકારી નોકરી લઈ શકાય. સ્પર્ધકોને ટક્કર આપી શકે છે. આર્થિક સ્થિતિ માટે સમય સાનુકૂળ રહેશે. લવ લાઈફ સામાન્ય રહેશે. મીન રાશિના લોકોના સ્વાસ્થ્ય માટે અનુકૂળ રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. મીન રાશિના લોકો માટે મંગળવારના દિવસે મંગલ દેવને પ્રસન્ન કરવા માટે મા દુર્ગાનો યજ્ઞ-હવન કરવો શુભ રહેશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)