વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરના ખૂણામાં થનારા કરોળિયાના જાળા પોતાના માટે નુકસાનદાયક થઇ શકે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, કોઇ પણ ઘરની અંદર કરોળિયાના જાળુ થવુ અશુભ માનવામાં આવે છે.
ઘરમાં કરોળિયાના જાળા થવા શુભ સંકેત માનવામાં આવતુ નથી. તેથી ઘરમાં મોટા-વડીલો તેને ઘરમાંથી દૂર કરવાની સલાહ આપતા હોય છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં કરોળિયાના જાળા નકારાત્મક ઉર્જાને વધારે છે. વાસ્તુનું માન્યતા મુજબ, તેનાથી ઘર-પરિવારના લોકોમાં આળસ, સ્વભાવમાં ચિડિયાપણુ અને વિચારોમાં નકારાત્મકતા આવવા લાગે છે.
ઘરોમાં કરોળિયાના જાળા થવા લાગે તો, ત્યા રહેનારા લોકોના મગજ પર પણ અસર પડી શકે છે. આ કારણે તે સમજી-વિચારવાની શક્તિથી પ્રભાવિત થઇ શકે છે.
વાસ્તુ અનુસાર, કરોળિયાના જાળાથી ઘરમાં વાસ્તુદોષ લાગે છે. આર્થિક તંગી આવે છે અને પૈસાને રોકવા મુશ્કિલ થઇ જાય છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબસ કરોળિયાના જાળા ઘરમાં લાગવાથી સુખ-સમૃદ્ધિમાં પણ ક્યારેય કમી થતી નથી. ઘરનો માહોલ અશાંત થવા લાગે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)