ગ્રહોનો રાજકુમાર બુધ 24 જૂન શનિવારે રાશિ પરિવર્તન કરશે. આ દિવસે બુધ મિથુન રાશિમાં ગોચર કરશે. મિથુન રાશિનો સ્વામી બુધ પોતે છે. હાલ બુધ વૃષભ રાશિમાં છે. મિથુન રાશિમાં સૂર્ય પહેલાથી જ હાજર છે. 24 જૂનના રોજ મિથુન રાશિમાં બુધ અને સૂર્યની યુતિ બનશે જેનાથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થશે. આ યોગ 24 જૂનથી 8 જુલાઈ સુધી રહેશે. ત્યાર બાદ બુધના કર્ક રાશિમાં ગોચર કરવાથી બંધાદિત્ય રાજયોગ ખતમ થઇ જશે.
આ બુધાદિત્ય રાજયોગના કારણે 5 રાશિના જાતકોને નોકરી, ધંધો, સ્વાસ્થ્ય અને ધનની દ્રષ્ટિએ લાભ મળવાની આશા છે.
મિથુન: બુધ તમારી રાશિમાં ગોચર કરી રહ્યો છે અને બુધાદિત્ય રાજયોગ પણ બની રહ્યો છે, તેથી તેની સકારાત્મક અસર તમારા જીવનમાં જોવા મળી શકે છે. નોકરિયાત લોકોનો પ્રભાવ વધશે, જ્યારે વેપારી લોકો પોતાના કામને સફળતાપૂર્વક વિસ્તારી શકશે. આ સમય દરમિયાન તમે જે પણ કામ કરશો તેમાં તમને માતા-પિતાની સાથે પરિવારના તમામ સભ્યોનો સહયોગ મળશે.
સિંહઃ બુધાદિત્ય રાજયોગ તમારી રાશિના જાતકોને ભારે નાણાકીય લાભ લાવી શકે છે. શૈક્ષણિક સ્પર્ધા સાથે જોડાયેલા લોકોને સફળતા મળી શકે છે. વેપારમાં પણ સારો ફાયદો થવાની સંભાવના છે. નવદંપતીઓને કોઈ સારા સમાચાર મળી શકે છે. પારિવારિક જીવન સુખદ રહેશે, પરિવારના સભ્યોનો સહયોગ મળશે.
કન્યાઃ તમારી રાશિનો અધિપતિ ગ્રહ બુધ છે અને તમને બુધાદિત્ય રાજયોગથી પણ લાભ થશે. જે લોકો વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા હતા તેમના માટે શુભ સમય આવી રહ્યો છે. વિદેશ જવા માટે તમને સફળતા મળી શકે છે. વિવાહિત જીવન સુખી રહેશે, જીવનસાથીનો સહયોગ મળશે. કોઈ મોટો નિર્ણય લેતા પહેલા પરિવારના વડીલોની સલાહ લઈ શકો છો, કામ આવશે.
તુલા: બુધનું ગોચર તમારા માટે શુભ સાબિત થશે. તમારી વિદેશ યાત્રાની પણ શક્યતા છે. તમારી લવ લાઈફમાં રોમાન્સ વધશે. તમારો સામાજિક પ્રભાવ વધશે. તમને કોઈ પદ મળી શકે છે અથવા તમે કોઈ મોટા સામાજિક કાર્યમાં સામેલ થઈ શકો છો, જે તમને ભવિષ્યમાં નામ અને ખ્યાતિ અપાવી શકે છે.
ધન: બુધ અને બુધાદિત્ય રાજયોગની કૃપાથી વેપાર કરનારાઓ માટે સમય સાનુકૂળ રહેશે. તમને સારો નફો મળશે અને તમારા વ્યવસાયનો વિસ્તાર પણ થશે. આ સમય દરમિયાન તમને નવો બિઝનેસ પાર્ટનર મળી શકે છે, જેની મદદથી બિઝનેસમાં પ્રગતિ થશે. તમારું વિવાહિત જીવન પહેલા કરતા વધુ ખુશહાલ રહેશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)