fbpx
Tuesday, November 5, 2024

ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે ફેંગશુઈ અનુસાર રાખો આ વસ્તુઓ, ચારેબાજુથી મળશે પ્રગતિ

ફેંગશુઈએ એક ચિની વિદ્યા છે, જેમાં પણ ઘરમાં સુખ-સમૃદ્ધિ કેવી રીતે લવાય તે વિશે ઘણા-બધા ઉપાયો જણાવવામાં આવ્યા છે. દરેક વ્યક્તિને ઈચ્છા હોય કે તે જે વેપાર કે નોકરી કરતો હોય તેમાં તેને પ્રગતિ મળે. માટે ફેંગશુઈમાં વિવિધ ઉપાયો સૂચવવામાં આવ્યાં છે. તો ચાલો એવી ફેંગશુઈ ટિપ્સ કે જે તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવશે.

  • વેપારમાં લાભ માટે ધાતુનો કાચબો ઉત્તર દિશામાં રાખો. દુકાનની ઉત્તર દિશામાં જહાજની તકતી મૂકો અને જહાજને એવી રીતે રાખો કે તે અંદરની તરફ હોય.
  • ઇલેક્ટ્રિક બોર્ડ પૂર્વ-દક્ષિણ ખૂણામાં લગાવવું જોઈએ અને તેને પૂર્વ-દક્ષિણ ખૂણામાં મૂકીને લાલ બલ્બ પ્રગટાવવો જોઈએ.
  • જો ધંધો ભાગીદારીમાં હોય અને તેમનો સાથ ન મળતો હોય તો દુકાનમાં હારમની પિરામિડ રાખો. ફેંગશુઈનું લકી કાર્ડ તમારા ખિસ્સામાં રાખો. આમ કરવાથી જ્યાં એક તરફ તમારી ભાગીદારી સારી થવા લાગશે. તે જ સમયે, વ્યવસાય અને અન્ય કાર્યોમાં સફળતા મળશે.
  • જો તમારી દુકાન ત્રિકોણીય છે તો ત્રણ ફેંગશુઈ સિક્કાને લાલ રંગની રિબનમાં બાંધીને દુકાનના મુખ્ય દરવાજાની અંદર હેન્ડલ પર લટકાવી દો, તો વેપારમાં લાભ થશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles