fbpx
Tuesday, November 5, 2024

દીવાને ફૂંક મારવી, થાળીમાં ખાવાનું છોડી દેવું… આ 5 આદતો જે વ્યક્તિને બનાવે છે કંગાળ, ઘરમાં ક્યારેય નહીં આવે મા લક્ષ્મી

દરેક વ્યક્તિ જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માંગે છે. માઁ લક્ષ્‍મીને ધનની દેવી કહેવામાં આવે છે. માઁ લક્ષ્‍મીનો સ્વભાવ ચંચળ હોય છે, તેથી એક જગ્યાએ ટકીને રહેતા નથી.

આ કારણોસર માઁ લક્ષ્‍મીને પ્રસન્ન કરવા માટે અલગ અલગ પ્રકારના ઉપાય કરવામાં આવે છે. વ્યક્તિ અજાણતા કેટલીક એવી ભૂલ કરી બેસે છે, જેના કારણે માઁ લક્ષ્‍મી નારાજ થઈ જાય છે. માતા લક્ષ્‍મી નારાજ ના થાય તે માટે કઈ ભૂલો બિલ્કુલ પણ ના કરવી જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

સવારે મોડા ઉઠવાની આદત
શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, સૂર્યોદય પહેલા ઉઠી જવું જોઈએ. જે ઘરમાં લોકો મોડા સુધી સૂતા રહે છે, તે ઘરની ક્યારેય પણ પ્રગતિ થતી નથી. આ પ્રકારની આદતોના કારણે ઘરમાં માતા લક્ષ્‍મીનો વાસ થતો નથી.

ભોજન મુકીને ઊભા ના થવું
જે ઘરમાં લોકો ભોજન મુકીને ઊભી થઈ જાય છે, તે ઘરમાં માતા લક્ષ્‍મીનો વાસ રહેતો નથી. અન્નનો અનાદર કરવાથી ઘરમાં પૈસાની કમી થાય છે. ભોજન કરતા પહેલા હંમેશા ઈશ્વરને યાદ જરૂરથી કરવા. જે ઘરમાં ભોજન કરતા પહેલા ઈશ્વરનો ધન્યવાદ કરવામાં આવે છે, તે ઘરમાં માઁ લક્ષ્‍મીનો હંમેશા વાસ રહે છે.

નખ ના ખાવા
જે ઘરમાં લોકોને નખ ચાવવાની આદત હોય છે, ત્યાં માઁ લક્ષ્‍મીનો વાસ થતો નથી. આ કારણોસર આ આદતને છોડી દેવી જોઈએ.

હાથથી મીઠું ના આપવું
અનેક લોકો હાથમાં મીઠું આપે છે. આ કારણોસર હાથમાં મીઠું ના આપવું જોઈએ. આ પ્રકારની આદતને કારણે માઁ લક્ષ્‍મી નારાજ થઈ શકે છે. આ કારણોસર કોઈ મીઠું માંગે તો વાસણમાં મીઠું કાઢીને નીચે મુકી દેવું, હાથમાં ના આપવું

ફૂંકથી દીવો ના ઓલવવો
જે ઘરમાં ફૂંક મારીને દીવો ઓલવવામાં આવે છે, તે ઘરમાંથી માઁ લક્ષ્‍મી નારાજ થઈને જતા રહે છે. દીવો ઓલવવાથી તમે પાપના ભાગીદાર બનો છો. તમારી પણ આવી આદત હોય તો તે આદત બંધ કરી દેવી જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles