હિંદૂ ધર્મમાં બ્રહ્મ મૂહુર્તનું ખૂબ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ સમયે ઉઠવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. વેદ- પુરાણોમાં ઋષિ મુનિયોએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનો ઉલ્લેખ કર્યો છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાના ઘણા લાભ જણાવવામાં આવ્યા છે. હિંદૂ ધર્મની માન્યતાઓ અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન, ધ્યાન અને પૂજા કરવાથી આપણી પ્રાર્થના સીધી પરમાત્મા સુધી પહોંચે છે.
તેના ઉપરાંત આ શુભ મુહૂર્તમાં ઉઠવાના ઘણા સ્વાસ્થય લાભ પણ છે. તેનાથી સવારે તાજી હવા મળે છે. જેનાથી સ્વાસ્થ્યને પણ ઘણા લાભ થાય છે. આવો જાણીએ આપણે બ્રહ્મ મુહૂર્ત અને આ મુહૂર્તમાં ઉઠવાના ફાયદાઓ વિશે.
ક્યારે હોય છે બ્રહ્મ મુહૂર્ત
બ્રહ્મ મુહૂર્ત બે શબ્દોથી મળીને બને છે. જેમાં બ્રહ્મનો મતલબ પરમાત્મા અને મુહૂર્ત એટલે કે સમય. એટલે કે તેનો અર્થ થયો પરમાત્માનો સમય. આ મુહૂર્ત રાતના છેલ્લા પહેર એટલે કે જ્યારે રાત પુરી થવાની હોય અને સવારની શરૂઆત થાય છે ત્યારે થાય છે. હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર 3:30 થી 5.30 સુધી આ સમય બ્રહ્મ મુહૂર્તનો માનવામાં આવે છે.
બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાના ફાયદા
ઘરની ઉન્નતિ
હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં દેવી-દેવતાઓ અને પિતૃઓનું આપણા ઘરમાં આગમન થાય છે. જેના કારણે આ મુહૂર્તમાં જાગવાથી તમારા આશીર્વાદ મળે છે અને ઘરની ઉન્નતિ થાય છે.
બળ-બુદ્ધિની પ્રાપ્તિ
રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી શારીરિક શક્તિમાં વૃદ્ધિ થાય છે. તેનાથી લોકોમાં સહનશીલતા વધે છે. માન્યતા છે કે નિયમિત રીતે આ મુહૂર્તમાં ઉઠવાથી બળ, બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્ત થાય છે.
સારૂ સ્વાસ્થ્ય
જે પણ વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે તેને સારૂ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. આ મુહૂર્તમાં ઉઠતા લોકો જીવનમાં વધારે સફળ થાય છે.
ધ્યાન સર્વોત્તમ માનવામાં આવે છે
હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવતું ધ્યાન આત્મ વિશ્લેષણ અને બ્રહ્મ જ્ઞાન માટે સર્વોત્તમ છે. આ સમય ધ્યાન લગાવવા માટે સર્વોત્તમ વાતાવરણ હોય છે.
સકારાત્મક ઉર્જા
બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા વ્યક્તિને સમય વાતાવરણમાં ફેલાયેલી સકારાત્મક ઉર્જાની પ્રાપ્તિ થાય છે. જેના કારણે મનમાં સારા વિચાર ઉત્પન્ન થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)