સનાતન ધર્મમાં એકદાશીની તિથિનું વિશેષ મહત્વ છે. એકાદશી તિથિ પર ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર દરેક માસના કૃષ્ણ અને શુક્લ પક્ષમાં એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ પ્રકારે વર્ષમાં 24 એકદાશી હોય છે. એમાં અસાઢ માસના શુક્લ પક્ષની એકદાશીને દેવશયની એકાદશીના રૂપમાં ઉજવવામાં આવે છે.
દેવશયની એકદાશીથી ચાતુર્માસની શરૂઆત થાય છે. દેવશયની એકદાશી પર તુલસીના છોડની કેટલીક ભૂલ કરવાથી બચવું જોઈએ. ચાલો તમને જણાવીએ કે દેવશયની એકદાશી ક્યારે છે અને કઈ ભૂલ કરવાથી બચવું જોઈએ.
દેવશયની એકાદશી 2023 તારીખ
દેવશયની એકાદશી શુક્લ પક્ષની એકાદશીના રોજ ઉજવવામાં આવે છે. આ તારીખ 29 જૂને સવારે 3.18 કલાકે શરૂ થઈ રહી છે. જે 30 જૂને સવારે 2.42 કલાકે સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર, દેવશયની એકાદશી 29 જૂન, 2023 ના રોજ ઉજવવામાં આવશે.
એકાદશીના દિવસે ન કરો આ ભૂલો
– દેવશયની એકાદશી પર તુલસીના છોડને પાણી ન ચઢાવવું જોઈએ. તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે, જે એકાદશી પર નિર્જલ ઉપવાસ રાખે છે. આવી સ્થિતિમાં આ દિવસે તુલસીના છોડને પાણી ન ચઢાવો.
– તુલસીના છોડના પાન ઔષધીય મૂલ્ય ધરાવે છે. જો કે, તમારે એકાદશીના દિવસે તુલસીના પાન તોડવા જોઈએ નહીં.
તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. મા લક્ષ્મી હંમેશા સ્વચ્છ જગ્યાએ બિરાજે છે, આવી સ્થિતિમાં તુલસી પાસે સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
– તુલસીના છોડનું ધાર્મિક મહત્વ છે. તેની પૂજા પણ કરવામાં આવે છે, આ સ્થિતિમાં તુલસીને ક્યારેય પણ ગંદા હાથથી સ્પર્શ ન કરવી જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)