હિન્દુ ધર્મમાં ચોખા ખુબ શુભ માનવામાં આવે છે. એને ભોજન સહિત કોઈ પણ ધાર્મિક માંગલિક કાર્યોમાં ઉપયોગમાં લઇ શકાય છે. શાસ્ત્રો અનુસાર ચોખા વગર કોઈ પણ શુભ કાર્ય અધૂરું માનવામાં આવે છે. અક્ષતના રૂપમાં ભગવાનને ચોખા ચઢાવવામાં આવે છે. માત્ર પૂજા જ નહિ એના ઘણા ઉપાય પણ છે, જેને અજમાવાથી કિસ્મત ખુલી જશે. જો તમે દેવું, બેરોજગારી અથવા પિતૃ દોષથી પરેશાન છો તો ચોખાના આ ટોટકા દેવાદારથી ધનવાન બનવાની યાત્રા શરુ થઇ જશે. તો ચાલો જાણીએ ચોખાના લાભ અને સરળ ઉપાય…
જો તમે ધન હાનિ અને દેવાથી પરેશાન છો તો ચોખાના આ સરળ ઉપાય તમારી સમસ્યા દૂર કરશે. શાસ્ત્રો અનુસાર લાલ રેશમી કપડું લો. તેમાં આખા ચોખાના 21 દાણા રાખો અને તેને તમારા પર્સમાં રાખો. આમ કરવાથી તમને ધન લાભ થવા લાગશે અને સૂતેલું નસીબ પણ જાગી જશે.
આર્થિક સ્થિતિમાં સુધારો થશે: જો ઘરમાં અઢળક પૈસા આવ્યા પછી પણ તે ટકતા નથી? આ માટે શિવલિંગની સામે અડધો કિલો ચોખા લઈને બેસો. હવે 108 વાર ઓમ નમઃ શિવાયનો જાપ કરો. જાપ પૂર્ણ થયા બાદ શિવલિંગ પર મુઠ્ઠીભર ચોખા અર્પણ કરો. બાકીના ચોખા ગરીબ અથવા જરૂરિયાતમંદને દાન કરો. ઘરમાં પૈસાની સ્થિરતા સાથે, કમાણીના માર્ગ ખુલશે.
પિતૃદોષથી મુક્તિ: પિતૃદોષ લાગવા પર વ્યક્તિનું જીવન મુશ્કેલીઓથી ભરાઈ જાય છે. અનેક પ્રકારના નુકસાન અને જોખમો ઉઠાવવા પડે છે. પિતૃદોષથી છુટકારો મેળવવા માટે અમાસના દિવસે ચોખાની ખીર બનાવી તેમાં રોટલીનો ભૂકો નાખી કાગડાને ખવડાવો. આમ કરવાથી પિતૃદોષથી મુક્તિ મળશે.
બેરોજગારી દૂર થશે: જો તમે બેરોજગાર છો અને નોકરી નથી મળી રહી તો ચોખાનો આ ઉપાય તમને કામમાં લાગી શકે છે. તેના માટે 7 દિવસ સુધી કાગડાને મીઠા ચોખા ખવડાવો. નોકરીના યોગ બનશે. બેરોજગારી દૂર થશે.
પૈસાની તંગી દૂર થશે: જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ તો તલ, ચોખા અને દૂધ મિક્સ કરો. આ પછી દેવી લક્ષ્મીના નામનો હવન કરો. તેનાથી નકારાત્મકતા અને ગરીબી દૂર થશે. તેનાથી ઘરમાં ચાલી રહેલી તંગી પણ દૂર થશે. ઘરમાં આવકના સ્ત્રોત વધવાથી હાસ્ય અને ખુશીનું વાતાવરણ રહેશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)