હિંદૂ ધર્મમાં ગાયને માતા માનવામાં આવે છે. પ્રાચીન કાળથી જ ઋષિ-મુનીઓ અને રાજા-મહારાજામાં ગૌપાલનની પરંપરા રહી છે. હિંદૂ ધર્મમાં ગૌ-સેવાનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે. ગૌ સેવાને ખૂબ જ પુણ્યનું કામ માનવામાં આવે છે.
હિંદૂ પરંપરાઓ અનુસાર ભોજન પહેલા ગાયના માટે ભોજન કાઢવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગ્રામીણ ક્ષેત્રોમાં આજે પણ મોટાભાગના ઘરોમાં પહેલી રોટલી ગાયને અને છેલ્લી કૂતરાને આપવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તેનું મહત્વ શું છે?
ગાયને માનવામાં આવે છે દેવ તુલ્ય
હિંદૂ ધર્મમાં ગાયને દેવ તુલ્ય માનવામાં આવે છે. શાસ્ત્રોની માન્યતાઓ અનુસાર ગાયના શરીરમાં દરેક દેવી દેવતાઓનો વાસ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે જ્યારે આપણે પહેલી રોટલી ગાયને ખવડાવીએ છીએ તો દરેક દેવી દેવતાઓને ભોગ લાગી જાય છે. માટે બધા દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જાણો આમ કરવાના ફાયદા વિશે.
કુંડળી દોષથી રાહત
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ પણ કુંડળીમાં રાહુ કેતુ કે શનિ દોષ છે તો તેને દરરોજ રાત્રે છેલ્લી બનાવેલી રોટલી શ્વાનને ખવડાવવી જોઈએ. એવું કરવાથી કુંડળીમાં જે પણ દોષ છે તે દૂર થશે.
આર્થિક સંકેટ થશે દૂર
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવી માન્યતા છે કે જો તમે ગરીબીની સમસ્યાથી પરેશાન છો તો ઘરમાં સવારે બનેલી પહેલી રોટલીના ચાર ટુકડા કરી લો. હવે તેનો પહેલો ટુકડો ગાયને, બીજો ટુકડો શ્વાનને, ત્રીજો ટુકડો કાગડાને અને ચોથો ટુકડો કોઈ ચાર રસ્તે મુકી દો. માન્યતા છે કે આમ કરવાથી ઘરની દરેક આર્થિક સમસ્યાઓથી છુટકારો મળી જાય છે. તેનાથી ગરીબી દૂર થાય છે અને ધનનો લાભ થાય છે.
સુખ શાંતિનો વાસ
હિંદૂ ધર્મની માન્યતાઓ અનુસાર જો તમારા ઘરમાં સુખ શાંતિ નથી, કલેશ છે તો એવી વ્યક્તિ દરરોજ સવારે બનાવેલી પહેલી રોટલી ગાય અને છેલ્લી શ્વાનને ખવડાવવી જોઈએ. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે. તેનાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)