ઘણી વખત મહેનત કરવા છતાં પણ મનુષ્યને સફળતા મળતી નથી, જેની એને ચાહત હોય છે. એની પાછળ વાસ્તુ શાસ્ત્ર જવાબદાર હોઈ શકે છે. ઘણી વખત જાણ્યે-અજાણ્યે એવા કામ કરી દઈએ છે જેના કારણે વાસ્તુ ખરાબ થયક છે અને દોષ ઉત્પન્ન થાય છે. જો તમે પણ ઈચ્છો છો કે ભાગ્યનો પૂરો સાથ મળે અને તમારી કિસ્મત ચમકી ઉઠે છે, દરેક ક્ષેત્રે પ્રગતિ મળે તો એના માટે કયા પાંચ પક્ષીઓની તસવીર લગાવવી ફાયદાકારક રહેશે.
ગીધની તસવીરઃ- વેસ્ટર્ન વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે દરેક કાર્યમાં સફળતા મેળવવા માંગતા હોવ તો ઘરના લિવિંગ રૂમમાં ગીધની તસવીર લગાવી શકો છો. હિંદુ ધર્મમાં ગીધને ગરુડ પણ કહેવામાં આવે છે. માત્ર વાસ્તુશાસ્ત્રમાં જ નહીં, પરંતુ ફેંગશુઈ અને ચાઈનીઝ વાસ્તુશાસ્ત્રમાં પણ ગરુડને સફળતાનું પ્રતિક માનવામાં આવે છે. ગીધને અગ્નિનું પ્રતીક માનવામાં આવે છે. દક્ષિણ-પૂર્વ દિવાલ એટલે કે દક્ષિણ-પૂર્વ કોણ તેનું ચિત્ર લગાવવા માટે સૌથી વધુ શુભ માનવામાં આવે છે.
લવ બર્ડ્સની તસવીર- વાસ્તુશાસ્ત્રમાં લવ બર્ડ્સને ખૂબ જ શુભ અને ભાગ્યશાળી માનવામાં આવે છે. જો તમે ઈચ્છો છો કે તમારું લગ્નજીવન સુખી રહે અને તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે, તો શુક્રવારે ઘરમાં લવ બર્ડ્સની તસવીર લાવીને ઉત્તરની દીવાલ પર લગાવો. આમ કરવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ તો આવશે જ, સાથે સકારાત્મક ઉર્જાનો સંચાર પણ વધશે.
મોરની તસવીર- વાસ્તુશાસ્ત્રમાં મોરનું વિશેષ મહત્વ છે. તે શુભ અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. જો તમારા ઘરમાં વારંવાર વિવાદનું વાતાવરણ હોય તો તમે મોરની તસવીર લગાવી શકો છો. તેનાથી ઘરના વાસ્તુ દોષ પણ દૂર થાય છે. ઘરની પૂર્વ દિવાલ પર મોરની તસવીર લગાવવાથી તમને લાભ થઈ શકે છે.
નીલકંઠની તસવીર – વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા વધી ગઈ હોય અને ઘરનું વાતાવરણ તંગ રહેતું હોય તો તેના માટે તમે નીલકંઠની તસવીર ઘરની પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશામાં એટલે આગ્નેય કોણમાં લગાવી શકો છો. આમ કરવાથી તણાવ દૂર થશે અને નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થશે.
હંસની તસવીર – જો તમે ઈચ્છો છો કે તમને ભાગ્યનો પૂરો સાથ મળે તો તેના માટે તમે ઘરના લિવિંગ રૂમમાં હંસની તસવીર લગાવી શકો છો. આ ચિત્રને પૂર્વ દીવાલ પર લગાવવાથી તમને લાભ થઈ શકે છે. આમ કરવાથી તમને ભાગ્યનો પૂરો સાથ મળશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)