ચાઈનીઝ વાસ્તુશાસ્ત્રને ફેંગશુઈ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં માછલી ઘર (ફિશ એક્વેરિયમ)નું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. ફેંગશુઈ અનુસાર માછલી સકારાત્મક ઊર્જાને આકર્ષિક કરે છે.
માનવામાં આવે છે કે, ફિશ એક્વેરિયમ ઘરમાં રાખવાથી તમામ આપત્તિ દૂર થાય છે. ઘરમાં ફિશ એક્વેરિયમ રાખવાથી શું લાભ થાય છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
એક્વેરિયમમાં માછલીની સંખ્યા કેટલી હોવી જોઈએ?
ફેંગશુઈ અનુસાર ઘરમાં કોઈપણ પ્રકારની સમસ્યા ના રહે અને તમે ખુશહાલ જીવન જીવવા માંગો છો તો એક્વેરિયમમાં ઓછામાં ઓછી 9 માછલી હોવી જોઈએ. 8 નારંગી રંગની અને ગોલ્ડન રંગની માછલી હોવી જોઈએ. એક માછલી કાળા રંગની હોવી જોઈએ.
કઈ દિશામાં રાખવું ફિશ એક્વેરિયમ?
ચાઈનીઝ વાસ્તુશાસ્ત્ર અનુસાર ફિશ એક્વેરિયમ ઘરની પૂર્વ, ઉત્તર, ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું જોઈએ. જેથી પરિવારના સભ્યો વચ્ચે મધુરતા જળવાઈ રહે છે. ફિશ એક્વેરિયમ રસોડામાં અને બેડરૂમમાં ના રાખવું જોઈએ, નહીંતર નાણાંકીય નુકસાન થઈ શકે છે. જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટે ફિશ એક્વેરિયમનો મુખ્ય દ્વાર ડાબી તરફ રાખવો જોઈએ.
કાળી માછલીનું મહત્ત્વ શું છે?
ચાઈનીઝ વાસ્તુશાસ્ત્ર અનુસાર ફિશ એક્વેરિયમમાં કાળી માછલીનું વિશેષ મહત્ત્વ છે. કાળી માછલીને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. કાળી માછલી ઘરમાં ફેલાયેલ નકારાત્મક ઊર્જા દૂર કરે છે. માનવામાં આવે છે કે, માલિક પર કોઈ આપત્તિ આવવાની હોય તો આ કાળી માછલી પોતાના પર લઈ લે છે. આ કારણોસર સૌથી પહેલા કાળી માછલીનું મૃત્યુ થાય છે. એક્વેરિયમમાં કોઈ માછલીનું મૃત્યુ થાય તો તેની જગ્યાએ બીજી માછલી રાખી દેવી જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)