સનાતન ધર્મમાં શ્રાવણના મહિનાનું વિશેષ મહત્વ છે. આ માસ મહાદેવના ભક્તો માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મહિનાના શિવ ભક્ત તહેવારની જેમ ઉજવે છે. આ વર્ષે શ્રાવણ મહિનો 59 દિવસનો હશે, કારણ કે અધિક માસ પડી રહ્યો છે. 18 જુલાઈથી અધિક શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે. નિજ શ્રાવણ માસ 17 ઓગસ્ટથી શરૂ થશે જે 15 સપ્ટેમ્બર સુધી રહેશે.
આ રીતે શ્રાવણ માસમાં કુલ 7 સોમવાર આવશે અને આ સમયગાળા દરમિયાન 4 એકાદશી વ્રત રાખવામાં આવશે. આ વર્ષે ભક્તગણને ભગવાન મહાદેવની પૂજા માટે વધુ સમય મળશે. જો તમે પણ ઈચ્છો કે તમારી બધી મનોકામના પુરી થાય, દેવામાંથી મુક્તિ મળે, ધન સંપત્તિમાં વધારો થાય તો એના માટે શ્રાવણના સોમવારે કેટલાક જ્યોતિષી ઉપાય કરી શકો છો.
મનોકામના પૂર્તિના ઉપાય
જો તમે ઈચ્છો છો કે તમારી દરેક મનોકામના પૂર્ણ થાય, તો શિવપુરાણ અનુસાર, તમે ભગવાન શિવની પૂજા માટે પાંચ સોમવારે પશુપતિનાથનું વ્રત કરી શકો છો. શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી તેની શરૂઆત કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વ્રતમાં સવારે અને પ્રદોષ કાળમાં બે વખત ભોલેનાથની પૂજા કરવાનો નિયમ છે.
દેવામાંથી મુક્તિના ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો તમે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છો અને દેવામાં ડૂબેલા છો. તેનાથી છુટકારો મેળવવા માટે નિયમિત રીતે અક્ષતને પાણીમાં ભેળવીને શિવલિંગ પર ચઢાવો. આ દરમિયાન ભગવાન શિવને વસ્ત્રો અર્પણ કરો, કપડા ઉપર અક્ષત રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન આવવા લાગે છે. આ ઉપાયથી તમને દેવાથી પણ મુક્તિ મળે છે.
સુખ સમૃદ્ધિ વધારવાના ઉપાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનનો પ્રવેશ થાય તો રાત્રે 11:00 થી 12:00 વાગ્યાની વચ્ચે શિવલિંગની સામે દીવો પ્રગટાવો. આ ઉપાયથી તમને ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. ભગવાન શિવની પૂજામાં મગનો ઉપયોગ કરો. જો તમે ધર્મ, અર્થ અને કામ, આનંદમાં વૃદ્ધિ કરવા માંગો છો તો કંગની દ્વારા ભગવાન શિવની પૂજા કરવાથી લાભ થશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)