હિંદુ ધર્મમાં અનેક લોકો ભગવાન શિવની ઉપાસના કરે છે. તમે ઘણી વાર જોયું હશે કે ભગવાન શિવની જટાઓમાં ગંગા, માથા પર ચંદ્રમા, ગળામાં નાગ, હાથમાં ડમરૂ અને ત્રિશૂલ હોય છે.
ભગવાન શિવે આ પાંચ વસ્તુઓ શા માટે ધારણ કરી છે અને તેનું શું મહત્ત્વ છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
ચંદ્રમાનું મહત્ત્વ- શાસ્ત્રો અનુસાર રાજા દક્ષે ચંદ્રમાને શ્રાપ આપ્યો હતો. આ શ્રાપથી છુટકારો મેળવવા માટે ચંદ્રમાએ ભગવાન શિવની આરાધના કરી હતી અને તેમને પ્રસન્ન કરીને જીવનદાન મેળવ્યું હતું, ઉપરાંત ભગવાન શિવના શીશ પર ધારણ થવાનું સૌભાગ્ય પણ મેળવ્યું. ચંદ્ર દેવે 12 જ્યોતિર્લિંગમાંથી એક સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી. ચંદ્રમાને મનનું કારક માનવામાં આવે છે. આ કારણોસર ભગવાન શિવે મનને નિયંત્રિત કરવા માટે માથા પર ચંદ્ર ધારણ કર્યો.
ગળામાં નાગનું મહત્ત્વ- ધાર્મિક પુરાણો અનુસાર ભગવાન ભોળેનાથના ગળામાં જે નાગ છે, નાગલોકના રાજા વાસુકી છે. વાસુકી મહાદેવના પરમ ભક્ત હતા, તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને આભૂષણ તરીકે ગળામાં ધારણ કરવાનું વરદાન આપ્યું હતું. આ કારણોસર સમગ્ર નાગલોક ભગવાન શિવનું ઉપાસક માનવામાં આવે છે.
ત્રિશૂળનું મહત્ત્વ- ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભગવાન શિવે તમામ અસ્ત્ર ચલાવવામાં મહારત હાંસલ કરી છે, તેમને ત્રિશૂળ સૌથી વધુ પ્રિય છે. ત્રિશૂળ રજ, તય અને સતનું પ્રતીક માનવામાં આવે છે, આ ત્રણનું મિશ્રણ થતા ત્રિશૂળનું નિર્માણ થયું. કહેવામાં આવે છે કે, મહાદેવના ત્રિશૂળ સામે સૃષ્ટીની કોઈપણ શક્તિનું અસ્તિત્ત્વ નથી. જે દૈવિક અને ભૌતિક વિનાશનું કારક માનવામાં આવે છે.
ડમરૂનું મહત્ત્વ- ધાર્મિક કહાનીઓ અનુસાર જે સમયે સૃષ્ટીની રચના કરવામાં આવી, તે સમયે વિદ્યા અને સંગીતની દેવી સરસ્વતીનું અવતરણ થયું, પરંતુ તેમની વાણીથી જે ધ્વનિ ઉત્પન્ન થઈ તેમાં સૂર અને સંગીત નહોતું. તે સમયે ભગવાન શિવે 14 વાર ડમરૂ વગાડ્યું અને તાંડવથી સંગીત ઉત્પન્ન કર્યું. આ કારણોસર ભગવાન શિવને સંગીતના રાજા કહેવામાં આવે છે. જો કોઈ વ્યક્તિના ઘરમાં ડમરૂ હોય તો તેને શુભ માનવામાં આવે છે, જેથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
જટાઓમાં ગંગાનું મહત્ત્વ- તમે ભગવાન ભોળેનાથની જટાઓમાં દેવી ગંગાને જોયા હશે. પૌરાણિક કથાઓ અનુસાર પૃથ્વી પર ગંગાનું અવતરણ થયું તે સમયે ખૂબ જ ઉગ્ર હતા, જે સૃષ્ટી માટે સંહારક હતી. દેવી ગંગાને નિયંત્રિત કરવા માટે ભગવાન શિવે તેમને જટાઓમાં ધારણ કરી લીધા.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)