જ્યોતિષ શાસ્ત્રમાં તમામ ગ્રહોનું પોતાનું અલગ મહત્વ જણાવવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુલ 9 ગ્રહ હોય છે, જેમાં તમામ ગ્રહોના સ્વામી સૂર્યદેવને ગણાવવામાં આવ્યા છે. સૂર્ય ગ્રહના નિમિત્તે જાતકો દ્વારા વિશેષ રૂપે પૂજા અર્ચના કરવી લાભદાયક માનવામાં આવે છે. જે જાતકો પર શનિની મહાદશા, સાડાસાતી અથવા ઢૈય્યા ચાલી રહી હોય તેમના દ્વારા સૂર્યદેવના નિમિત્તે વિશેષ પૂજા-અર્ચના કે અનુષ્ઠાન, વ્રત વગેરે કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.
સૂર્યદેવ તમામ ગ્રહોના સ્વામી છે.
સૂર્ય દેવને અર્ધ્ય આપવા અને તેમના નિમિત્તે વ્રત, પૂજા-પાઠ વગેરે કરવાથી વ્યક્તિ પર ધન વર્ષા થાય છે, સાથે જ વ્યક્તિને ચર્મ રોગ નથી થતા. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને પ્રસન્ન કરવા માટે વિભિન્ન ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી જાતકોને ખૂબ જ લાભ થાય છે.
સૂર્ય દેવ તમામ ગ્રહોના સ્વામી છે. તેમના નિમિત્ત કોઇ અનુષ્ઠાન, વ્રત કે પૂજા-પાઠ કરવાનો ખાસ દિવસ રવિવાર હોય છે. જો જાતકો દ્વારા રવિવારના દિવસે સૂર્યદેવને નિમિત્ત કોઇ ધાર્મિક કાર્ય કરવામાં આવે તો વ્યક્તિને અનેક લાભ થાય છે.
જે જાતકોની કુંડળીમાં સૂર્ય ઉચ્ચ હોય, શુભ હોય, સારા યોગ સાથે હોય અને શનિની સીધી દ્રષ્ટિ સૂર્ય પર ન હોય તો તેમને શનિદેવ તરફથી મળતી પીડા, કષ્ટ કે દુ:ખ નથી ભોગવવા પડતા. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યદેવ અને શનિદેવનો સંબંધ પિતા-પુત્રનો હોવાને કારણે શનિદેવ તેમને નામ માત્રનું જ કષ્ટ આપે છે.
જે જાતકોની કુંડળીમાં સૂર્ય ઉચ્ચ હોય છે, તે ધર્મ-કર્મ કરનારા હોય છે. આવા લોકો ઇંડા, માંસ, માછલી, દારૂ, ડુંગળી, લસણ વગેરેનું સેવન નથી કરતા અને હંમેશા ઇશ્વરની ભક્તિમાં લીન રહે છે. આવા વ્યક્તિઓને શનિદેવ કોઇ પીડા નથી આપતા. શનિદેવની વક્રદ્રષ્ટિથી બચવા માટે ગાયત્રી મંત્રનો પાઠ, સૂર્યદેવને નિયમિત રૂપે જળ અર્પણ વગેરે કરવાથી ખૂબ જ લાભ થાય છે. વ્યક્તિએ ઇંડા, માંસ, દારૂ, ડુંગળી, લસણ, ડ્રાયફ્રૂટ, બદામ વગેરે ન ખાવા જોઇએ.
જાતકો દ્વારા જો ભગવાન શ્રી કૃષ્ણના મંત્ર ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ:’નો જાપ કરવામાં આવે તો તેમને ખૂબ જ લાભ થાય છે. આ તમામ ઉપાય કરવાથી શનિદેવની વક્રદ્રષ્ટિથી બચી શકાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)