fbpx
Wednesday, January 15, 2025

આજે દાદાને આ વસ્તુ અર્પણ કરો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે

મંગળવારનો દિવસ રામભક્ત હનુમાનને સમર્પિત છે. કહેવામાં આવે છે કે, હનુમાનજી પ્રસન્ન થાય તો ભક્તોના તમામ સંકટ દૂર કરે છે અને આરોગ્ય પ્રાપ્તિના આશીર્વાદ આપે છે.

તમે પણ હનુમાનજીની કૃપા દ્રષ્ટી મેળવવા માંગો છો, તો આ 5 વસ્તુઓ જરૂરથી અર્પણ કરવી જોઈએ.

પાનનું બીડુ- જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘણા સમયથી મનોકામના પૂર્ણ થઈ નથી અને તે પૂરી કરવા માંગો છો, તો મંગળવારના દિવસે હનુમાન મંદિરમાં વિધિવત પૂજા કરવી. ત્યારપછી બનારસી રસીલા પાનનું બીડુ અર્પણ કરો, જેથી તમામ મનોકામના પૂર્ણ થશે.

ઈમરતી- જ્યોતિષશાસ્ત્ર અનુસાર હનુમાનજીને મંગળવારે ઈમરતીનો ભોગ લગાવવામાં આવે તો તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તમામ મનોકામના પૂરી થવાના આશીર્વાદ આપે છે. આ ઉપાય કરવાથી તમામ સંકટ દૂર થાય છે.

નારિયેળ- જ્યોતિષશાસ્ત્ર અનુસાર હનુમાનજીને સિંદૂર લગાવીને નાળાછડી બાંધીને નારિયેળ ચઢાવવામાં આવે તો તમામ પ્રકારની નકારાત્મક ઊર્જા દૂર થાય છે. 11 મંગળવાર સુધી આ ઉપાય કરવો જોઈએ. લાલ કપડામાં નારિયેળ અને રાઈ વીંટીને દરવાજા પર બાંધવામાં આવે તો તંત્ર મંત્ર સામે પણ રક્ષણ કરે છે.

ગોળ અને ચણા- હનુમાનજીને ગોળ અને ચણાનો પ્રસાદ ચઢાવવામાં આવે છે, આ પ્રકારે કરવાથી મંગળદોષ દૂર થાય છે. દર મંગળવાર અને શનિવારે આ પ્રસાદ અર્પણ કરી શકાય છે, જેથી તમામ પરેશાની દૂર થાય છે.

લવિંગ, એલચી અને સોપારી- જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે લવિંગ, એલચી અને સોપારી ચઢાવવાથી શનિદોષ દૂર થાય છે. ઉપરાંત કાચી ઘાણીના તેલ અને લવિંગ નાખીને તે દીવાથી આરતી કરવાથી નાણાંકીય લાભ થાય છે અને તમામ સંકટ દૂર થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles