દેવપોઢી અગિયારસ 29 જૂનના રોજ ઉજવવમાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં જતા રહે છે અને શુભ કાર્ય કરવા પર રોક લગાવવામાં આવે છે.
દેવપોઢી અગિયારસથી દેવઉઠી અગિયારસ(23 નવેમ્બર) સુધી ચતુર્માસ રહેશે. આ સમયમાં અનેક શુભ કાર્ય કરવા વર્જિત માનવામાં આવે છે.
તેથી જ્યોતિષવેદોનુ કહેવુ છે કે દેવપોઢી અગિયારસથી પહેલા 4 જરુરી કામ પતાવી દેવા જોઇએ. નહીંતો પછી 5 મહિના સુધી મોકો નહીં મળે.
1. વિવાહઃ
29 જૂન દેવપોઢી અગિયારસ પહેલા લગ્ન-વિવાહના કાર્યક્રમ કરી લેવા જોઇએ, ત્યાર બાદ 5 મહિના રાહ જોવી પડશે.
2. મુંડનઃ
દેવપોઢી અગિયારસ બાદ મુંડન કાર્ય પણ પૂર્ણ કરી શકાશે નહીં, બાળકોના વાળ ઉતારવા હોય તો અગિયારસ પહેલા જ પતાવી લેજો.
3. ગૃહ પ્રવેશઃ
દેવપોઢી અગિયારસથી દેવઉઠી અગિયારસ સુધી ગૃહપ્રેશ કરવાથી ટાળવુ જોઇએ.
4. શુભ કાર્યઃ
જો તમે કોઇ દુકાન કે નવા કામની શરુઆત કરવા ઇચ્છો છો તો ભગવાન વિષ્ણુના યોગ નિદ્રામાં જતા પહેલા કરી લો.
જો તમે દેવપોઢી અગિયારસ પહેલા આ ચાર કામ ન કરી શક્યા તો તમને દેવઉઠી અગિયારસ સુધી પ્રતિક્ષા કરવી પડશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)