ઘર બનાવવાથી લઈને તેમાં મૂકવામાં આવેતી દરેક વસ્તુ માટે વાસ્તુમાં નિયમો છે. આ નિયમોને લગતી માહિતી વાસ્તુ શાસ્ત્રમાં સરળતાથી મળી જાય છે. વાસ્તુમાં જણાવેલ આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સકારાત્મકતાનો સંચાર થતો હોય છે અને વ્યક્તિના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવતી હોય છે, સાથે જ વ્યક્તિ નામ અને સંપત્તિ પણ કમાય છે.
પણ જો ઘરમાં વાસ્તુમાં કોઈપણ પ્રકારનો દોષ ઉભો થાય છે, તો અમીર વ્યક્તિને પણ ગરીબ થવામાં સમય લાગતો નથી. ઘરનું વાતાવરણ નકારાત્મક થઈ જાય છે અને સુખ શાંતિને બદલે ઘરમાં કંકાસ અને મતભેદ થવા લાગે છે.
વાસ્તુમાં દિશાઓને લઈને પણ મહત્વની બાબતો જણાવવામાં આવી છે. આજના આર્ટિકલમાં અમે આપને દક્ષિણ દિશા સાથે સંબંધિત કેટલીક ટિપ્સ આપવા જઈ રહ્યાં છીએ.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં યમ અને પરિવારના પિતૃઓનો વાસ હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો ઘરની દક્ષિણ દિશા યમ અને પિતૃઓની દિશા છે. તેથી આ દિશામાં રાખવામાં આવતી વસ્તુઓને લઈને ખાસ કાળજી રાખવાની જરૂર હોય છે. જો આવું ન થાય તો વ્યક્તિ પરેશાનીઓમાં ઘેરાઈ જાય છે અને ધન હાનિનો પણ સામન કરે છે. ઘરની દક્ષિણ દિશામાં કેટલીક વસ્તુઓ ભૂલથી પણ આ ન રાખવી જોઈએ. તો ચાલો જોઈએ કઈ છે આ વસ્તુઓ…
દક્ષિણ દિશામાં ન રાખો આ વસ્તુઓ
દક્ષિણ દિશામાં રસોડું હોવું પણ વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે અશુભ માનવામાં આવે છે. આ દિશામાં રસોડું રાખવાથી મહિલાઓના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આ સિવાય ઘરની આર્થિક સ્થિતિ પણ તેનાથી પ્રભાવિત થાય છે. ઘરના લક્ષ્મીના કૃપા રહેતી નથી અને આર્થિક તંગી થવા લાગે છે.
ઘરની દક્ષિણ દિશામાં મંદિર બનાવવા માટે પણ વાસ્તુ શાસ્ત્રમાં મનાઈ કરવામાં આવી છે. જો ઘરની દક્ષિણ દિશામાં પૂજા ખંડ કે મંદિર હોય તો પૂજાનું ફળ મળતું નથી. મંદિર માટે ઉત્તર-પૂર્વ દિશા ઉત્તમ છે. દક્ષિણ દિશામાં પિતૃ અને યમનો વાસ હયો છે, એવામાં દેવી-દેવતાઓની મૂર્તિઓને દક્ષિણ દિશામાં સ્થાપિત કરવાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ દિશામાં બેડરૂમ પણ ન હોવો જોઈએ. આ દિશામાં બેડરૂમ હોવાથી વ્યક્તિ ઊંઘમાં બાધાઓ અને ખરાબ સ્વપ્નનો અનુભવ કરે છે, સાથે જ ઘરમાં અનેક બીમારીઓ પણ આવવા લાગે છે. આ દિશામાં સૂવાથી પિતૃદોષ પણ થાય છે. સાથે જ એ પણ ધ્યાન રાખવું કે સૂતા સમયે પગ દક્ષિણ દિશા તરફ ન હોય.
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, દક્ષિણ પિતૃ અને યમની દિશા છે, તેથી ભૂલથી પણ ઘરની દક્ષિણ દિશામાં બૂટ-ચપ્પલ ન મૂકવા. બૂટ ચપ્પલ દક્ષિણ દિશામાં રાખવાથી પિતૃઓનું અપમાન થાય છે અને તે દુ:ખી થાય છે. પિતૃઓના નારાજ થવાને કારણે વ્યક્તિના જીવનમાં ઘણી મુશ્કેલીઓ પણ આવી પડતી હોય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)