fbpx
Wednesday, November 6, 2024

ભગવાન ગણેશને શા માટે દુર્વા પ્રિય છે, જાણો તેની પાછળની પૌરાણિક કથા અને તેનું મહત્વ

પૌરાણિક કથા અનુસાર પ્રાચીનકાળમાં અનલાસુર નામનો રાક્ષસ હતો. આ રાક્ષસના કારણે સ્વર્ગ અને ધરતીના તમામ લોકો પરેશાન હતા. આ રાક્ષસ એટલો ખતરનાક હતો કે, ઋષિ મુનિઓ સહિત તમામ લોકોને જીવતો ગળી જતો હતો.

આ રાક્ષસથી પરેશાન થઈને દેવરાજ ઈંદ્રની સાથે તમામ દેવી દેવતાઓ અને ઋષિમુનિઓ મહાદેવને પ્રાર્થના કરવા માટે ગયા. તમામ લોકોએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે, તેઓ આ અસરુરનો વધ કરે. શિવજીએ તમામ દેવતા અને ઋષિ મુનિઓની પ્રાર્થના સાંભળીને જણાવ્યું કે, અનુલાસુરનો અંત માત્ર ગણપતિ જ કરી શકે છે.

ભગવાન ગણેશ અનલાસુરને ગળી જતા ગણેશજીને પેટમાં બળતરા થવા લાગી. પેટની બળતરા દૂર કરવા માટે અનેક ઉપાય કરવામાં આવ્યા, પરંતુ આ બળતરા શાંત થતી નહોતી. તે સમયે કશ્યપ ઋષિએ એક ઉપાય કર્યો. તેમણે 21 દૂર્વાની ગાંઠ બનાવી અને ભગવાન ગણેશને આપી અને પેટની બળતરા શાંત થઈ ગઈ. ત્યારથી ભગવાન ગણેશને દૂર્વા અર્પણ કરવામાં આવે છે.

પૂજામાં દૂર્વાનું મહત્ત્વ
દૂર્વાને દૂબ, અમૃતા, અનંતા, મહૌષધિ નામથી ઓળખવામાં આવે છે. સનાતન ધર્મમાં કોઈપણ માંગલિક કાર્ય હળદર અને દૂર્વા વગર અધૂરું માનવામાં આવે છે.

દૂર્વા ચઢાવવાનો નિયમ
ભગવાન ગણેશને દૂર્વા અર્પણ કરતા પહેલા દૂર્વાની જોડી બનાવવામાં આવે છ, ત્યારપછી ગણેશજીને અર્પણ કરવામાં આવે છે. 22 દૂર્વા એકસાથે જોડવાથી દૂર્વાની 11 જોડી બને છે. ભગવાન ગણેશને દૂર્વાની 11 જોડી અર્પણ કરવી જોઈએ.

દૂર્વા ક્યાંથી તોડવી?
કોઈ સાફ જગ્યા અથવા મંદિરના બગીચામાં ઉગેલ દૂર્વા તોડવી જોઈએ. ગંદુ પાણી હોય, ત્યાંથી ભૂલથી પણ દૂર્વા ના તોડવી જોઈએ. દૂર્વા અર્પણ કરતા પહેલા સાફ પાણીથી ધોઈ લેવી જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles