fbpx
Wednesday, January 15, 2025

ચાતુર્માસમાં આ નિયમોનું પાલન કરવાથી સફળતા અને કીર્તિ મળશે, માતા લક્ષ્મીની કૃપા વરસશે.

વૈદિક પંચાગ મુજબ, અષાઢ સુદ એકાદશી અને કારતક સુદ એકાદશી વચ્ચેના ચાર મહિનાઓને ચતુર્માસ કહેવામાં આવે છે. ચતુર્માસના આ ચાર મહિના દરમિયાન દેવતાઓ યોગ નિદ્રામાં જતા રહે છે.

જેના કારણે લગ્ન, ગૃહપ્રવેશ, નામકરણ, મુંડન વગેરે જેવા શુભ કાર્યો કરવામાં આવતા નથી. અને શાસ્ત્રો અનુસાર આ ચાર મહિનામાં જે વ્યક્તિ નિયમોનું પાલન કરે છે અને સંયમથી જીવે છે તેમને યશ-કિર્તિ પ્રાપ્ત થાય છે. ઉપરાંત તેમના પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્‍મીની કૃપા બની રહે છે. આવો જાણીએ ચાતુર્માસમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

કાળા કલરના વસ્ત્રો પહેરવાનું ટાળો

ચતુર્માસ મહિના કાળા અને વાદળી રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઇએ. કારણ કે પૂજામાં કાળા અને વાદળી રંગ વર્જિત છે. ઉપરાત કાળા અને વાદળી કલરના વસ્ત્રોનો ત્યાગ કરવાથી તમારા મનમાં ભક્તિનો સંચાર થાય છે અને તમને પૂજા કરવાનું મન થાય છે.

ચતુર્માસમાં માટીના વાસણોનો ઉપયોગ કરો

ચતુર્માસમાં ધાતુના વાસણોનો ઉપયોગ ન કરવો જોઈએ. ત્યાં શક્ય હોય તો પલાશપત્ર, મદારપત્ર અથવા વટપત્રના બનેલા પાનમાં ખાઓ. ઉપરાંત, જો તમે આવું કરી શકતા નથી, તો તમે માટીના વાસણોનો ઉપયોગ કરી શકો છો. બીજી તરફ શાસ્ત્રો અનુસાર ચાતુર્માસમાં વ્યક્તિએ દૂધ અને ફળોનું સેવન કરવું જોઈએ. આમ કરવાથી તેને અક્ષય પુણ્ય મળે છે.

બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ

શાસ્ત્રો અનુસાર વ્યક્તિએ ચાર મહિના સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. તેની સાથે ભગવાનના ભજન – કીર્તનમાં મન લગાવવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિને તમામ પાપોથી મુક્તિ મળે છે. ઉપરાંત ચતુર્માસમાં જે વ્યક્તિ પોતાની પ્રિય વસ્તુઓનું શ્રદ્ધાપૂર્વક કે ફરીથી પ્રયત્નપૂર્વક ત્યાર કરે છે, તેને તે ત્યાગ કરેલી વસ્તુઓ અક્ષય રૂપમાં પ્રાપ્ત થાય છે.

ચતુર્માસમાં શુભ કાર્ય ન કરવા

વિષ્ણુ પુરાણ અનુસાર ચતુર્માસમાં તુલસીના પાન ન તોડવા જોઈએ. એવું માનવામાં આવે છે કે તુલસીનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે. તુલસીનું અપમાન કરવાથી ભગવાન ક્રોધિત થાય છે. ચતુર્માસમાં કોઈપણ શુભ કાર્ય કરવાની મનાઈ છે. ચતુર્માસ દરમિયાન પીપળના વૃક્ષ વાવવા જોઈએ અને તેની દરરોજ તેની પૂજા કરવી જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles