આજે 29 જૂન ગુરૂવારથી ચાતુર્માસનો પ્રારંભ થયો છે. આ વર્ષે ચાતુર્માસ 29 જૂનથી 23 નવેમ્બર સુધીનો છે. આ વર્ષે શ્રાવણમાં અધિક માસ હોવાના કારણે ચાતુર્માસ 5 મહિનાનો છે. આ વખતે 5 મહિના સુધી ચાતુર્માસ કરવામાં આવશે. દેવશયની એકાદશી એટલે કે અષાઢ શુક્લ એકાદશીથી ચાતુર્માસની શરૂઆત થાય છે અને દેવઉઠની એકાદશી એટલે કે કાર્તિક શુક્લ એકાદશી તિથિએ ચાતુર્માસનું સમાપન થાય છે.
ચાતુર્માસના પહેલા દિવસે દેવ સુઈજાય છે અને ચાતુર્માસના સમાપન પર દેવ જાગે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ચાતુર્માસમાં 4 મહિના ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહે છે. ચાતુર્માસ વખતે સંયમિત જીવન જીવવાથી લાભ થાય છે. ચાતુર્માસમાં અમુક સરળ જ્યોતિષ ઉપાય કરવાથી ભાગ્ય ચમકી ઉઠે છે. ધન અને ધાન્યની પ્રાપ્ત થાય છે અને સાથે જ માતા લક્ષ્મી તથા ભગવાન વિષ્ણુનો આશીર્વાદ પણ મળે છે.
ચાતુર્માસ 2023 5 સરળ જ્યોતિષ ઉપાય
- ચાતુર્માસના સમયે જે પણ વ્યક્તિ દૂધ, દહીં, ધી, મધ અને સાકર કે પંચામૃતથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરે છે તેમને સ્વર્ગના સમાન અક્ષય સુખ પ્રાપ્ત થાય છે.
- ચાતુર્માસમાં ચાંદીના વાસણમાં હળદળ ભરીને દાન કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેમની કૃપાથી ઘર ધન-ધાન્યથી ભરાઈ જાય છે. જે વ્યક્તિ ભગવાન વિષ્ણુને દીપ અને ગુગ્ગલ અર્પિત કરે છે તેમને ક્યારેય ધનની કમી નથી રહેતી.
- જો તમે ચાતુર્માસમાં અન્ન, વસ્ત્ર, કપૂર, છત્રી, ચપ્પલ વગેરેનું દાન કરો છો તો તમારા પર ભોલેનાથની કૃપા થાય છે. તેમના આશીર્વાદથી તમને નોકરી, બિઝનેસ કે અન્ય કરિયરમાં ઉન્નતિ મળે છે.
- ચાતુર્માસમાં જે વ્યક્તિ અન્ન અને ગાયનું દાન કરે છે તે કર્મથી મુક્ત થઈ જાય છે. તેમની આવકના નવા સ્ત્રોત બને છે. ધન લાભના યોગ બને છે.
- ચાતુર્માસાના ચાર મહિનામાં તમે પોતાના ઈષ્ટ દેવની પૂજા કરો. તેમના મંત્રોનો જાપ કરો. શ્રીમદ્ભગવતનો પાઠ કરો અથવા ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો. તેનાથી તમારા રોગ અને ગ્રહ દોષ દૂર થશે. ઈશ્વરના આશીર્વાદથી તમારી મનોકામનાઓ પુરૂ થશે.
- ચાતુર્માસના સમયે પીપળના ઝાડની સેવા કરવી જોઈએ. તેમાં ભગવાન વિષ્ણુ, શિવ સહિત ઘણા દેવોનો વાસ હોય છે. દરરોજ ચઢાવો અને દીવો કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. જીવનમાં સુખ અને શાંતિ આવે છે.
- ચાતુર્માસમાં માતા લક્ષ્મી, માતા પાર્વતી, ગણેશ જી, રાધાકૃષ્ણ, પિતૃ દેવ વગેરેની પૂજા કરે છે. પિતૃઓની પૂજા કરવાથી પિતૃ દેષ દૂર થાય છે. તેમના આશીર્વાદથી ઘરમાં ખુશી આવે છે અને સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે. મોટાભાગે માતા લક્ષ્મી, માતા પાર્વતી, ગણેશજી, રાધાકૃષ્ણની પૂજા કરવાથી મનોકામનાઓ પુરી થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)