હિંદુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્ત્વ છે. ઘર નિર્માણથી લઈને તમામ બાબતોમાં વાસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. વાસ્તુ અનુસાર ઘરમાં કેટલાક છોડ લગાવવાને શુભ માનવામાં આવે છે. ઘરમાં તુલસી, શમી, મની પ્લાન્ટ, અપરાજિતાનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે.
આ છોડ લગાવતા સમયે દિશાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અપરાજિતાનો છોડ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેમાં લક્ષ્મીનો વાસ હોય છે. આ છોડ કઈ દિશામાં લગાવવો જોઈએ અને તેના શું ફાયદા છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવે છે.
કઈ દિશામાં અપરાજિતા છોડ લગાવવો
અપરાજિતા છોડમાં લક્ષ્મીનો વાસ હોય છે. આ છોડ ઉત્તર, પૂર્વ અથવા ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. ઈશાન ખૂણામાં ભગવાન ગણેશ, માઁ લક્ષ્મી અને ધનના દેવતા કુબેર નિવાસ કરે છે, જેથી આ દિશામાં છોડ લગાવવો શુભ માનવામાં આવે છે. ઘરના મુખ્ય દરવાજા પર પણ અપરાજિતા છોડ લગાવવો જોઈએ, જેથી માતા લક્ષ્મી અને ભગવાન કુબેર પ્રસન્ન થાય છે. માન્યતા અનુસાર ગુરુવાર અને શુક્રવારે અપરાજિતા છોડ લગાવવો જોઈએ.
ઘરમાં અપરાજિતા છોડ લગાવવાનું મહત્ત્વ-
અપરાજિતા છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોવાનું માનવામાં આવે છે. આ છોડ લગાવવો ખૂબ જ ફાયદાકારક છે. જાણો ઘરમાં અપરાજિતા છોડ લગાવવાનું મહત્ત્વ.
- તંગી દૂર થાય છે- ઘરમાં અપરાજિતા છોડ લગાવવાથી ધનની તંગી દૂર થાય છે. જે ઘરમાં આ છોડ લગાવવામાં આવે છે ત્યાં, નાણાંકીય સમસ્યા થતી નથી.
- સુખ-શાંતિનો વાસ- ઘરમાં અપરાજિતા લગાવવાથી સુખ-શાંતિ આવે છે. જેથી ઘરમાં થતો વગર કામનો કલેશ દૂર થાય છે અને ઘરમાં આ છોડ લગાવવો શુભ માનવામાં આવે છે.
- સકારાત્મક ઊર્જાનો પ્રસાર- અપરાજિતા છોડમાં માઁ લક્ષ્મીનો વાસ હોય છે. જેથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રસાર થાય છે અને ઘરના સભ્યો પોઝિટીવ રહે છે.
- કુંડળી દોષ દૂર થાય છે- અપરાજિતાના ફૂલથી શનિદેવ પ્રસન્ન થાય છે. કુંડળીમાં શનિ ભારે હોય તો અપરાજિતાના ફૂલથી અનેક લાભ થઈ શકે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)