હિંદુ ધર્મમાં સૂર્યને દેવતા માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, નિયમિતરૂપે સૂર્યદેવતાની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ઘર બનાવવાથી લીને ઘરનું નિર્માણ અને સજાવટમાં વાસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત બાબતે પણ વાસ્તુનું ધ્યાન રાખવાનું રહે છે.
હિંદુ ધર્મમાં સૂર્યાસ્ત પછી કેટલાક કામ કરવાની બિલ્કુલ મનાઈ છે. આ બાબત નજરઅંદાજ કરવામાં આવે તો અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
સાંજે સૂવું નહીં- સૂર્યાસ્ત સમયે અથવા સૂર્યાસ્ત પછી તરત સૂવામાં આવે તો તેને અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સાંજના સમયે ન સૂવું જોઈએ. માનવામાં આવે છે કે, જે ધરમાં સાંજના સમયે સૂવામાં આવે ત્યાં લક્ષ્મીનો વાસ થતો નથી અને તંગી આવી જાય છે.
તુલસીને જળ અર્પણ ન કરવું- વાસ્તુ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી સાંજના સમયે તુલસી પર જળ અર્પણ ન કરવું જોઈએ અને તુલસીના પાન ન તોડવા જોઈએ. આ પ્રકારે કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહેતો નથી, જે અશુભ માનવામાં આવે છે.
પૈસાની લેવડ દેવડ ન કરવી- હિંદુ ધર્મની માન્યતા અનુસાર સૂર્યાસ્ત પછી પૈસાની લેવડ દેવડ ન કરવી જોઈએ. આ પ્રકારે કરવાથી ઘરમાં તંગી આવવાની માન્યતા છે.
કચરો ન વાળવો- હિંદુ ધર્મની માન્યતા અનુસાર સૂર્યાસ્ત પછી કચરો ન વાળવો જોઈએ. સાંજના સમયે કચરો વાળવાથી નાણાંકીય નુકસાન થાય છે. સાંજના સમયે કચરો બહાર ન ફેંકવો જોઈએ. આ પ્રકારે કરવાથી લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાં તંગી આવે છે.
આ વસ્તુઓનું દાન ન કરવું- હિંદુ ધર્મની માન્યતા અનુસાર સાંજના સમયે મીઠુ, હળદર, દૂધ, દહીં અને ખાટી વસ્તુઓનું દાન ન કરવું જોઈએ, જેથી ઘરમાં ધનનો અભાવ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)