fbpx
Wednesday, November 6, 2024

કર્ક રાશિમાં સૂર્યનું ગોચર, 16 જુલાઈથી એક મહિના માટે 3 રાશિઓનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે.

સૂર્યનું કર્ક રાશિમાં ગોચર 16 જુલાઈ 2023એ સવારે થઈ રહ્યું છે. આ 17 ઓગસ્ટ 2023 બપોર સુધી આ રાશિમાં રહેશે. સૂર્ય બીજી રાશિમાં જતા પહેલા દરેક રાશિમાં લગભગ 1 મહિના સુધી રહે છે.

જન્મના ચંદ્રમાથી ત્રીજા, છઠ્ઠા, દસમાં અને અગિયારમાં ઘરમાં સ્થિત થવા પર ગ્રહ જાતકો માટે પોઝિટીવ પરિણમ લાવે છે.

કર્ક રાશિ પર ચંદ્રમાનું સાશન છે અને તેને સૂર્યનો મિત્ર પણ કહેવામાં આવે છે. સૂર્યના કર્ક રાશિમાં ગોચરથી અમુક રાશિના જાતકોના જીવનમાં ખૂબ સુધાર આવશે.

સૂર્ય ગોચરથી આ રાશિના લોકોને મળશે લાભ
મેષ

કર્ક રાશિમાં સૂર્યનું ગોચર જાતકો માટે એક મહત્વપૂર્ણ મોડ સાબિત થશે. મેષ રાશિ પર મંગળનું શાસન છે. આ ગોચર મેષ રાશિના જાતકો માટે જીવનમાં સારી ખબર લઈને આવશે અને પદોન્નતિની સંભાવના પણ વધારે રહેશે.

તેનાથી સરકારી ક્ષેત્રમાં કામ કરતા લોકોને વધારે પ્રગતિ પણ મળે છે અને પ્રાઈવેટ નોકરીમાં ઉચ્ચ પદ પ્રાપ્ત થવાની સંભાવના પણ વધારે રહે છે. આ સમયે અભ્યાસમાં પ્રદર્શન પણ સારૂ રહે છે અને સારા પરિણામ મળવાની સંભાવનાઓ પણ વધારે છે.

કર્ક
જેવો સૂર્ય કર્ક રાશિમાં ગોચર કરશે, જાતકોનો સમય ધીરે ધીરે સારો થશે કારણ કે તમારી રાશિનો સૂર્ય બીજા ભાવનો સ્વામી છે. ગ્રહની ચાલથી રાશિ વાળાને શુભ પરિણામ મળશે અને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ પણ કાબુમાં રહેશે.

તેનાથી વિવાહમાં આવતી મુશ્કેલીઓ પણ દૂર રહે છે અને વ્યાપારમાં સકારાત્મક પરિણામ મળે છે. લોકો માટે પોતાની હાલની નોકરી બદલવાના અવસર રહેશે અને તે પોતાની નોકરીમાં પદોન્નતિથી યોગ્ય વેતનની આશા કરશે. આ ગોચર વિવાહિત જીવનમાં કડવાશને ઓછી કરશે.

તુલા
તુલા રાશિના જાતકો માટે સૂર્ય 11માં ઘરનો સ્વામી છે. તેનો પ્રભાવ જાતકોના કરિયરની સંભાવનાઓ પર પડે છે અને વેતન વૃદ્ધિની સંભાવનાઓ સકારાત્મક થાય છે. સૂર્ય ગોચર જાતકો માટે ખૂબ જ લાભ આપે છે અને લોકોને પોતાના વ્યવસાયને નવી ઇંચાઈ પર જવામાં સહાયતા કરે છે.

આ જાતકો તેમની પ્રતિષ્ઠા વધારવા અને કાર્યોને આત્મવિશ્વાસથી પુરા કરવામાં પણ મદદ કરે છે. પરિવારની સાથે સંબંધોમાં સુધાર થવાની સંભાવના વધારે છે. નવા વાહન ખરીદવાની પણ ઉચ્ચ સંભાવના છે અને સંઘર્ષોથી નિપટવું સરળ છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles